કોરોના કાળ દરમ્યાન સમગ્ર વિશ્વએ બંધ પાળવું પડ્યું હતું. ત્યારે આ દરમ્યાન દેશમાં તમામ તહેવારો પર તેનું ગ્રહણ લાગ્યું હતું. જેમાં લોકડાઉન અને કોરોનાની ગાઈડલાઈનને કારણે તમામ એવા તહેવારો પર પ્રતિબંધ મુકવામાં આવ્યા હતા. જેમાં માનવ મહેરામણ ઉભરે. ત્યારે આ હવે કોરોનાનું સંક્રમણ નબળું પડતા રાજ્યમાં આગામી ગણેશોત્સવ માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે.
જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકો માટે ગણેશચતુર્થીના ઉત્સવ સંદર્ભે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં ખૂબ હર્ષોઉત્સાહ સાથે ઉજવાતા ગણેશચતુર્થીના પર્વ લઈને લોકો માટે સારા સમાચાર આવ્યા છે. ત્યારે આ તહેવારને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે. જેમાં આગામી ગણેશોત્સવમાં ગણેશજીની મૂર્તિની ઉંચાઈ પર નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, 2021 માં કોવિડ-19 ના કારણે ગણેશ સ્થાપનામાં મૂર્તિની ઉંચાઈની મર્યાદા રાખવામાં આવી હતી. જેમાં હવે છૂટછાટ આપવામાં આવી છે.
2021 ના ગણેશોત્સવમાં કોવિડ-19 ની સ્થિતીને ધ્યાને લઇને આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિની ઊંચાઇની મર્યાદા રાખવામાં આવેલી હતી. કોરોના સંબંધિત તમામ નિયંત્રણો 31 માર્ચ 2022 પછી અમલમાં નથી, તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં હવે ગણેશચર્તુથીના આગામી ઉત્સવ દરમ્યાન જાહેર સ્થળોએ કે ઘરમાં સ્થાપવામાં આવનારી ગણેશ મૂર્તિની ઊંચાઇને લગતા કોઇ નિયંત્રણો અમલમાં નહિ રહે. જોકે ગણેશજીની મૂર્તિ બનાવવા તથા તેના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનોનો અમલ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે.