Proud of Gujarat
FeaturedGujaratINDIA

દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી.

Share

ગુજરાતમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. જ્યારે કેટલાક તાલુકાઓ હજી કોરાધાકોર છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 105 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં જૂનાગઢના માણાવદરમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે.અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.દરિયાઈ વિસ્તારમાં દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઇ છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 105 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ખાંભામાં પોણા 3 ઈંચ, રાણાવાવમાં સવા 2 ઈંચ વરસાદ, સાવરકુંડલામાં 2 ઈંચ, ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ, ક્વાંટમાં 1.5 ઈંચ, કુતિયાણામાં 1.5 ઈંચ વરસાદ, બોડેલીમાં સવા ઈંચ, પોરબંદરમાં સવા ઈંચ વરસાદ, નખત્રાણામાં સવા ઈંચ, મહુવામાં 1 ઈંચ વરસાદ, વડિયામાં 1 ઈંચ અને ખંભાતમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે.

Advertisement

Share

Related posts

લખીમપુર ખીરી કેસ : સંયુક્ત કિસાન મોરચા દ્વારા 18 ઓક્ટોબરના રોજ રેલ રોકો આંદોલન

ProudOfGujarat

નડિયાદમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

અભિનેતા વરુણ ભગતે બધાને દિગ્મૂઢ કરી દીધા, જુઓ અભિનેતાના આ 5 તીવ્ર વર્કઆઉટ વીડિયો જે તમને પણ પ્રોત્સાહિત કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!