Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્યમાં સરકારી બેંન્કોના કર્મચારીઓનું આંદોલન, 27 જૂનથી આટલા દિવસ રહેશે બંધ.

Share

રાજ્યમાં હાલ આંદોલનની હવા ચાલતી હોય તેમ દેખાઈ રહ્યું છે. પ્રથમ ડોક્ટર્સ દ્વારા તેમની માંગણીઓને લઈને હડતાળ કરાઈ રહી છે. ત્યારે હવે બેન્કના કર્મચારીઓ હડતાળ પર ઉતરશે. જેમાં સરકારી બેંકના કર્મચારીઓ દ્વારા તેમની વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતરશે. જેમાં ગુજરાત બેન્ક વર્કસ યુનિયન દર શનિવારે રજા સહિતની પડતર માંગણીને લઈને ટેકામાં 27 જૂને તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોમાં હડતાળનું એલાન આપ્યું છે. એ પહેલાં 25મીએ ચોથો શનિવાર અને 26મીએ રવિવારની રજા હોવાથી સળંગ ત્રણ દિવસ બેન્કો બંધ રહેશે.

મહાગુજરાત બેન્ક એમ્પ્લોઈ એસોસિએશનના જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવ્યું કે, 2017 થી સરકાર સમક્ષ કેટલીક રજૂઆત થઈ છે. પરંતુ તેનો ઉકેલ આવતો નથી. ત્યારે પડકર માંગણીઓ પૂરી કરવા દેશવ્યાપી આ હડતાળને ઓલ ઓન્ડિયા બેંક એમ્પોઈઝ એસોસિએશન, યુનાઈટેક ફોરમ ઓફ બેંક યુનિયન સહિત તમામ બેકિંગ એસોસિએશને સમર્થન આપ્યું છે.

Advertisement

આ માંગણીઓ કરાઈ

એપ્રિલ 2010 પછીની નવી પેન્શન યોજના નાબૂદ કરવી, કર્મચારી-અધિકારીઓ માટે જૂની પેન્શન યોજના અમલમાં મુકવી.

5 દિવસ બેંકિંગ અને દર શનિવાર અને રવિવારે રજા હોવી જોઈએ.

પેન્શનના નિયમોમાં સમયાંતરે અપડેશનની જોગવાઈ કરવી.


Share

Related posts

યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ ભયાવહ બનતા વડોદરાના વિદ્યાર્થીઓએ કરી બચાવવાની અપીલ.

ProudOfGujarat

દાહોદ લોકસભા બેઠક માટે જસવંતસિંહ ભાભોરને ભાજપે ફરી રીપીટ કર્યા…

ProudOfGujarat

ઝઘડીયાના ધારોલી ગામે એલસીબી એ દારૂનો ગોળ વેચતા ત્રણ વેપારીને ઝડપી લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!