ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે શિક્ષણ મોંઘુ થતું જઈ રહ્યું છે અને પ્રાઇવેટ સ્કૂલ દ્વારા ફી પેટે લૂંટ ચલાવી રહ્યા છે. ગુજરાતમાં એક બાજુ સરકારી શાળાની હાલત ખુબ જ ખરાબ છે અને પૂરતા શિક્ષકો અને પૂરતી સુવિધા ન હોવાથી સરકારી શાળામાં બાળકો રામભરોસે ભણી રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં સરકારી શાળામાં યોગ્ય સુવિધા અને પૂરતા શિક્ષકોનો અભાવને કારણે વાલીઓ પોતાના બાળકોને ના છૂટકે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવા મજબુર બન્યા છે. આ મજબૂરીનો લાભ લઈને ખાનગી શાળા બેફામ ફી લઈને પ્રજાને લૂંટી રહી છે. ખાનગી શાળા સરકરી ધારા ધોરણ મુજબ સુવિધા હોતી નથી તેમ છતાં તોતિંગ ફી ઉઘરાવી રહી છે.
ગુજરાત સરકાર સાથે ખાનગી શાળાના માલિકોની સટ્ટાગાંઠ હોય છે જેને લીધે ગુજરાત સરકાર ખાનગી સ્કૂલને પ્રોત્સાહન આપે છે અને યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. સરકારી શાળામાં નિયમિત ભરતી કરવામાં આવતી નથી અને શાળાને યોગ્ય રીતે સુવિતાયુક્ત કરવામાં આવતી નથી એટલે ગુજરાતના માતા પિતા પોતાના સંતાનોને ખાનગી શાળામાં ભણાવે છે.
શા માટે રાજકારણીના બાળકો સરકારી શાળામાં ભણતા નથી અને પ્રાઇવેટ શાળામાં ભણે છે. ગુજરાતમાં શિક્ષણ એ એક ધીકતો ધંધો બની ગયો છે. ખાનગી શાળાને જેમ ફાવે તેમ માન્યતા આપી દેવામાં આવે છે અને સરકારી અધિકારીઓ ખાનગી શાળાની મુલાકાત લેતા નથી અને સરકારી ધારા ધોરણ મુજબ બની છે કે કેમ તે ચકાસણી કરવાની પણ કરવામાં આવતી નથી.
સરકારી ધારા પ્રમાણે સ્કૂલમાં રમત ગમતનું મેદાન, ફાઇય સેફટી, પાર્કિંગની વગેરે જેવી સુવિધા આપવાની હોય છે પણ ખાનગી સ્કૂલ ગમે તે જગ્યાએ નિયમોનું ઉલંઘન કરીને ખડકી દેવામાં આવે છે. ખાનગી સ્કૂલોના સરકાર સાથે સારા સબંધો હોય છે જેથી ખાનગી સ્કૂલ મનફાવે તેમ ફી ઉઘરાવી રહી છે. થોડાદિવસોથી વાલીઓ પાસેથી સ્ટેશનરી અને અન્ય એક્ટિવિટી નામે વધુ પૈસા ઉઘરાવવાનું શરુ કર્યું હતું.