ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં કોની સરકાર બનશે અને કોણ નવા મુખ્યમંત્રી બનશે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે કોણ દાવેદાર છે એ તો ભાજપની પાર્ટી બેઠકમાં જ નક્કી થશે પરંતુ હાલ અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી માટે ઘણા બધા ઉમેદવાર દાવેદાર છે પણ નરેન્દ્ર મોદી અચાનક જ નવું નામ જાહેર કરીને સૌને ચોંકાવી દેવાની રણનીતિ ફરીથી અપનાવશે કે કેમ તે તો સમય જ નક્કી કરશે. ગુજરાતમાં મુખ્યમંત્રી જ્ઞાતિ આધારિત નક્કી થશે કે કાર્યશેલી આધારિત નક્કી થશે તે તો ભારતીય જનતા પાર્ટીની વર્કિંગ કમિટી કરશે.
ગુજરાતની મુખ્યમંત્રીની રેસમાં ઉમેદવારોના નામ
મનસુખ માંડવિયા
ગુજરાતના મુખ્યમંત્રીની રેસમાં મનસુખ માંડવિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે. મનસુખ મંડાવિયા હાલ કેન્દ્રમાં સ્વાસ્થ્ય મંત્રી છે અને તેના નામની સંભાવના સૌથી વધુ હોવાની સૂત્રોમાં ચર્ચા ચાલી રહી છે. મનસુખ મંડાવિયાની છબી પ્રામાણિક છે અને તે લોકો સાથે સતત સંપર્કમાં છે. પાટીદાર સમાજ સિવાય અન્ય સમાજમાં પણ લોકપ્રિયતા છે.
નીતિન પટેલ
ગુજરાતમાં નીતિન પટેલનું નામ બે વખત મુખ્યમંત્રી માટે ચર્ચાઈ ગયું છે અને બન્ને વખતે તે મુખ્યમંત્રી બની શક્યા ન હતા. પહેલા વિજય રૂપાણી વખતે અને ત્યારબાદ ભુપેન્દ્ર પટેલ વખતે મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ ચર્ચાઈ ગયું હતું પરંતુ બંને વખતે નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું હતું. નીતિન પટેલને ગુજરાત સરકારમાં કામ કરવાનો ખુબ જ બહોળો અનુભવ છે અને સરકારના વહીવટતંત્રમાં પણ સારી એવી પકડ છે. આ વર્ષે પણ ગુજરાતમાં મુખ્યમંત્રી પદ માટે નીતિન પટેલના નામની ચર્ચા થઇ રહી છે. પાટીદાર નેતા સાથે સાથે રાજકીય અનુભવને કારણે નીતિન પટેલના નામની ચર્ચા ફરી એક વખત ચર્ચા શરુ થઇ ગઈ છે.
પુરુષોતમ રૂપાલા
ગુજરાતના મુખ્યમંત્રીની રેસમાં પુરુષોત્તમ રૂપાલા નામ ખુબ જ ચર્ચાઈ રહ્યું છે. પુરુષોત્તમ રૂપાલા પાસે રાજકીય પર અને વહીવટ પર પકડ છે તો તેની આગવી ભાષાકીય શૈલી પણ ખુબ જ જાણીતી છે. તે પાટીદારના મોભેદાર નેતા છે. અને તેનું નામ પણ ગુજરાતના મુખ્યમંત્રી માટે ચર્ચાઈ રહ્યું છે.
સી આર. પાટીલ
ગુજરાત રાજ્યના ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ પણ મુખ્યમંત્રીની રેસમાં છે. સી આર પાટીલ રાજકીય પકડ મજબૂત છે તો સંગઠન પાસે કામ કરાવવાની આવડત પણ છે. બીજી તરફ પાટીલ હાલ લોકો વચ્ચે રહે છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વધુ વધુ સીટ મેળવે તે માટે રણનીતિ ઘડી રહ્યા છે. ભાજપમાં પાટીલ ગુજરાતના મુખ્યમંત્રી પદનો ચેહરો બની શકે તેમ છે.
આ ત્રણ નામ સિવાય સૌરાષ્ટ્રના વિજય રૂપાણીને ફરીથી ગુજરાતની કમાન સોંપે તો નક્કી નહીં તેમજ ભુપેન્દ્ર પટેલને ફરીથી મુખ્યમંત્રી બનાવી શકે છે. ભાજપ નવા ઉમેદવારને ઉભો રાખીને સૌને ચોંકાવી પણ શકે છે. ગુજરાતની ચૂંટણી પહેલા જ નક્કી થશે કે કોણ ભાજપના મુખ્યમંત્રીનો ચહેરો રહશે.