ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત સરકાર સામે અનેક પ્રશ્નો સર્જાયા છે. ગુજરાતમાં ચૂંટણી પહેલા દારૂની હેરાફેરી ખુબ વધી રહી છે તો ગુજરાતમાં પોલીસ પણ દારૂ પીવામાં પાછળ નથી. ગુજરાત પોલીસની હાલત મુજે પી ને દો જેવી છે અને સરકાર પણ આવા કર્મચારીઓ પર કાર્યવાહી કરતી નથી.
બે દિવસ પૂર્વે અમદાવાદમાં પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ માણતા પોલીસના જવાન રંગે હાથે પકડાયા હતા તેમ છતાં પણ ગુજરાત સરકાર દ્વાર તેના પર કડક કાર્યવાહી કરવામાં આવી નથી અને યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. ગુજરાત સરકાર આવા કર્મચારીઓને શા માટે છાવરવાની કોશિશ કરી રહી છે અને શા માટે તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.
ગુજરાતમાં એક બાજુ દારૂબંધી છે તો બીજી બાજુ ખુદ લોકોના રક્ષક જ દારૂની મહેફિલ કરશે તો લોકો પાસેથી બીજી શી અપેક્ષા રાખવામાં આવશે. ગુજરાત પોલીસનું આ નવું નથી આ પહેલા પણ અનેક પોલીસના જવાન દારૂ પીતા પકડાયા છે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને પણ આ બાબતની જાણ થઇ જ હશે અને ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ મામલે થી વાકેફ હશે તેમ છતાં પણ આ કર્મચારીઓ પર શા માટે કોઈ પગલાં લેવામાં નથી આવી રહ્યા.
ગુજરાતમાં પોલીસ આમ પણ બદનામ છે તેમાં પણ ગુજરાતમાં જ્યારથી પોલીસ દારૂની મહેફિલ માણતા રંગે હાથે પકડાની હોવાથી રાજ્યના પોલીસ બેડાંમાં મોટા પ્રત્યાઘાત પડ્યા છે અને લોકો સામે પોલીસની આબરૂ હતી એ કરતા પણ નીચે જતી રહી છે. લોકોનો પોલીસ પરથી ભરોષો ઓછો થઇ રહ્યો છે અને એવામાં આવા કર્મચારીઓને કારણે દરેક પોલીસ કર્મચારીઓ શંકાની નજરે જોવામાં આવે છે.
ગુજરાત સરકાર શા માટે આવા કર્મચારીઓને સસ્પેન્સ કરતી નથી જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન થાય. શું પોલીસને દારૂબંધીનો કાયદો લાગુ પડતો નથી અને તે ફક્ત સામાન્ય માણસ માટે જ છે કે કેમ તેના પર પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત સરકારે ચૂંટણી પહેલા કર્મચારીઓને બરતરફ કરવા જોઈએ.