Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓનલાઇન ડિગ્રી આપતી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બનશે ગુજરાત યુનિવર્સિટી, વિદ્યાર્થીઓ મેળવી શકશે ડિગ્રી.

Share

કોરોના કાળમાં વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ ઓનલાઇન મેળવી શકે તે માટે ગુજરાત યુનિવર્સિટીએ આવકારદાયક પગલું ભર્યું છે. કોરોના કાળ બાદ ધીરે ધીરે અભ્યાસની સાથે સાથે ઘણું બધું ઓનલાઇન માધ્યમથી થવા લાગ્યું છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે ઓનલાઇન ડિગ્રી કોર્ષ શરૂ કરાશે. મળેલી જાણકારી અનુસાર સમગ્ર વેસ્ટર્ન ઇન્ડિયામાં પણ ગુજરાત યુનિવર્સિટી પ્રથમ યુનિવર્સિટી બનશે જે ઓનલાઇન ડિગ્રી આપતા કોર્ષ શરૂ કરશે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઓનલાઇન ડિગ્રી માટેના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં પ્રવેશ માટેની તમામ ગાઈડલાઈન જાહેર કરાશે. 10 પીજી અને 3 યુજીના અભ્યાસક્રમમાં ઓનલાઇન ડિગ્રી આપવાની શરૂઆત ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરાશે.

યુનિવર્સીટી દ્વારા 10 પીજી અને 3 યુજીના અભ્યાસક્રમમાં ઓનલાઇન ડિગ્રી આપવાની શરૂઆત કરાશે છે જેમાં, UG ના કોર્ષમાં BCA, BA અને B.COM જેવા અભ્યાસ માટે ઓનલાઇન ડિગ્રી આપવાની શરૂઆત કરાશે. જયારે PG ના કોર્ષમાં ફોરેન્સિક, સાઇબર સિક્યોરિટી, એન્વાયરમેન્ટલ સાયન્સ, ક્લાઈમેટ ચેન્જ, હિસ્ટ્રી, ઇકોનોમિક્સ જેવા વિષયમાં ઓનલાઇન ડિગ્રી આપવામાં આવશે. સમગ્ર વેસ્ટર્ન ઇન્ડિયામાં પણ ગુજરાત યુનિવર્સિટી પ્રથમ યુનિવર્સિટી બનશે જે ઓનલાઇન ડિગ્રી આપતા કોર્ષ શરૂ કરશે. ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ હિમાંશુ પંડ્યાએ કહ્યું હતું કે, નેશનલ એજ્યુકેશન પોલીસી મુજબ નેશનલ ઇન્સ્ટિટ્યૂશન રેન્કિંગ ફ્રેમવર્કમાં ટોપ 100 સંસ્થામાં સ્થાન ધરાવતી દેશની સંસ્થાઓ ઓનલાઇન ડિગ્રી માટે કોર્ષ શરૂ કરી શકે છે. ઓનલાઇન ડિગ્રીના કોર્ષમાં જે વિદ્યાર્થીઓ જોડાશે, એમણે ક્યારેય ફિઝિકલ હાજરી આપવાની જરૂર નહીં પડે. વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન, અભ્યાસ, પરીક્ષા ઓનલાઇન જ આપવાની રહેશે તેમજ ડિગ્રી પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન મળશે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઓનલાઇન ડિગ્રી માટેના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં પ્રવેશ માટેની તમામ ગાઈડલાઈન જાહેર કરાશે. ગુજરાત યુનિવર્સિટી દેશની 100 ટોચની સંસ્થામાં સ્થાન ધરાવે છે, જેના કારણે આ પ્રકારનો ઓનલાઇન ડિગ્રી કોર્ષ શરૂ કરવાની પરવાનગી મળી છે. વિદ્યાર્થી કોઇપણ સ્થળેથી અભ્યાસ સાથે જોડાઈ ડીગ્રી મેળવી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કક્ષાના વિદ્યાર્થીઓ પણ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાઈ જુદા જુદા અભ્યાસનો લાભ લઈ ઓનલાઇન ડીગ્રી મેળવી શકશે.

Advertisement

Share

Related posts

વલસાડ નજીક નેશનલ હાઇવે પર એક કન્ટેનરે મારી પલ્ટી -ટ્રાફિક જામ સર્જાતા પોલીસ થઇ દોડતી……

ProudOfGujarat

સમસ્ત માછીમાર સમાજ નો ભરૂચ ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી સ્થળે વિરોધ પ્રદશન,સમાજ ને ન્યાય મળે માટે કરી રજુઆત

ProudOfGujarat

નેત્રંગ ગામ સહિત ગામભરમાં પ્રધાનમંત્રીનાં આહવાને દિવા ઝળહળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!