વનરક્ષક અને વનપાલનને ખૂબ ઓછો પગાર મળતો હોવાની ફરિયાદનાં પગલે ગુજરાત રાજય વનરક્ષક કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા વનરક્ષકને 2800 ગ્રેડ પે અને વનપાલનને 4200 ગ્રેડ પે આપવા રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆત અંગે લખાયેલ પત્રમાં રોજમદારોને જે 1900 ગ્રેડ પે આપવામાં આવ્યો એ અંગે આભાર વ્યકત કરવામાં આવ્યો તે સાથે વનરક્ષક અને વનપાલન કે જે વર્ગ 3 નાં કર્મચારીઓ છે અને પોતાના વતન અને પરિવારથી દૂર રહી અંતરિયાળ જંગલ વિસ્તારમાં રહી કામ કરી રહ્યા છે. વન્ય પ્રાણીઓનાં ભય વચ્ચે પણ તેઓ કામગીરી કરી રહ્યા છે. ત્યારે આવા જંગલ પ્રોટેકશનનાં પાયાના કર્મચારીઓની માંગણી છે કે વનરક્ષકને 2800 ગ્રેડ પે અને વનપાલનને 4200 ગ્રેડ પે આપવો જોઈએ. આ બાબતે ગુજરાત રાજય કર્મચારી મંડળ ગાંધીનગરનાં પ્રમુખ પ્રવિણસિંહ ચૌહાણે અગ્ર મુખ્ય વન સંરક્ષણ હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ગાંધીનગરને રજૂઆત કરેલ છે.
વનરક્ષક અને વનપાલનનાં પગાર વધારવા અંગે ગુજરાત રાજય વનરક્ષક કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા રજૂઆત કરવામાં આવી.
Advertisement