અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાની સાથે જ સમુદ્રમાં જબરજસ્ત કરંટ દેખાયો હતો. સુંવાલી દરિયાકિનારે 8 ફૂટ કરતાં વધુ મોટા મોજા ઉછળતા સ્થાનિક લોકો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. મોજા એટલા ઊંચા હતા કે, આસપાસ દરિયાકિનારાની જે દુકાનો હતી. તેને પણ મોટું નુકસાન થયું છે.ગુજરાતભરમાં ચોમાસાની શરૂઆત થઈ રહી છે. ત્યારે સ્વાભાવિક રીતે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.
સુવાલી દરિયાકાંઠે ઉપર આજે મોજા ઉછળવાના દ્રશ્યો સામે દેખાયા હતા. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. તે પ્રકારની હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ સ્થિતિ ઊભી થતી દેખાઈ રહી છે. અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન થતા દરિયાના મોજા ઉછળવાની ઘટના સમયાંતરે સામે આવતી હોય છે. વિશેષ કરીને ચોમાસા દરમિયાન આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ જાય છે. દરિયા કિનારે જે ખાણીપીણીની લારીઓ છે. તે પણ દરિયાના મોજામાં વહેતી દેખાઈ રહી છે.
દરિયાકિનારે મોટી મોટા મોજા ઉછળતાની સાથે સાવચેતીના પગલા લેવા આવવાના શરૂ થયા છે. સ્થાનિક લોકોએ તેમજ અન્ય સહેલાણીઓએ પણ દરિયા કિનારાથી દૂર રહેવું જરૂરી છે. લોકો દરિયાકિનારે ન જઇ અને તેમને રોકવા માટે પોલીસ પણ તેનાત કરવામાં આવી રહી છે. ચોમાસા દરમિયાન આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ જતી હોય છે. એકાએક જ વાતાવરણમાં પલટો આવતાની સાથે દરિયાકિનારે મોજા ઉછળવાની ઘટના બનતી હોય છે. તેમજ પુરપાટ પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી હોય છે. આવી સ્થિતિમાં દરિયાકિનારે જવું એ જોખમ ભર્યું છે.