હાલ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટીએ પોતાની કમર કસી છે. અનેક નેતાઓ, કાર્યકર્તાઓ સતત ગુજરાતની મુલાકાતે આવી પોતાની પાર્ટીનું સારું પ્રદર્શન બતાવવા અનેક યોજનાઓ તેમજ સ્કીમની જાહેરાત કરી રહ્યા છે. આ દરમ્યાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા મોટી સંખ્યામાં મામલતદારોની બદલી કરવામાં આવી રહી છે. રાજ્યમાં ક્લાસ-2ના 110 જેટલા મામલતદારોની અન્ય સ્થળે બદલી કરાશે. આ સાથે જ ક્લાસ-3 ડેપ્યુટી મામલતદારને બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આ દરમ્યાન બદલી કરવામાં આવતા 110 મામલતદારોના નામની યાદી પણ જાહેર કરવામાં આવી છે.
ત્યારે એક તરફ જ્યાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ દ્વારા પોતાના પક્ષના વિજય માટે દરેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સતત અનેક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમજ અનેક વિકાસની યોજનાઓ અને સ્કિમ દ્વારા પોતાનો પક્ષ મજબૂત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે એકાએક રાજ્યમાં 110 મામલતદારોની બદલીના સમાચારે દરેકના મનમાં અનેક સવાલો ઉભા કર્યા છે. તેમજ 40 જેટલા ક્લાસ-3ના ડેપ્યુટી મામલતદારોને બઢતી સાથે બદલી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ તમામ મામલતદારો તેમજ ડેપ્યુટી મામલતદારોના નામનું લીસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.