ગુજરાતમાં સરકારી જાહેર સંપત્તિ પર સત્તાધારી પક્ષ પોતાના પાર્ટીના ચિન્હોના ચિત્રો દોરીને જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડવામાં આવે છે. સત્તાધારી પક્ષ સરકારમાં હોય જેને કારણે મોટા ભાગની જાહેર સંપત્તિ પર આ પક્ષના નિશાન તેમજ પાર્ટીની મોટી જાહેરતના બેનરો લગાડવામાં આવે છે. એક બાજુ સરકાર દ્વારા જાહેર સંપત્તિ પાછળ કરોડોનો ખર્ચો કરી રહી છે તો બીજી તરફ આ જ જાહેર સંપત્તિને મોટું નુકશાન પહોંચાડવામાં સત્તાધારી પક્ષ જ જવાબદાર છે.
સરકારી બસમાં પણ મોટા મોટા બેનરો લાગેલા હોય છે તો સરકારી ઇમારતોમાં મોટા બેનરો વડે જાહેરાત કરવામાં આવે છે. કોઈપણ પાર્ટીની સરકાર બને એ પાર્ટી પોતાની મનમાની કરીને સરકારી ઇમારતોને પોતાની મિલ્કત સમજવા લાગે છે અને તેના પર પોતાની પાર્ટીના બેનરો લગાડવામાં આવે છે. સરકારની સાચી કામગીરી મોટા બેનરો અને જાહેરાતો કરતા લોકોના ખરેખર કામ થયા છે કે નહીં તેના પર નિર્ભર કરે છે.
ગુજરાતમાં પક્ષ દ્વારા પોતાની પાર્ટીની જાહેરાત પાછળ કરોડોનું આંધણ કરે છે. હજુ થોડાક દિવસો પહેલા જ રાજકોટમાં સરકારી દિવસ પર ભાજપ દ્વારા કમળના નિશાન લગાવવામાં આવ્યા હતા અને ઘણા બધા વિરોધ છતાં પણ આ રાજકીય પક્ષના નિશાનને હટાવવામાં આવ્યા ન હતા. આપણે વિદેશોમાંથી ક્યારે શીખ લઈને આવી જાહેરાતો પર પ્રતિબંધ મુકીશું ?
ગુજરાતમાં જાહેર સંપત્તિ માટે એક કાયદો હોવો જોઈએ જેમાં કોઈપણ પક્ષ સરકારી સંપત્તિ પર જાહેરાત ન કરી શકે અને તેને નુકશાન ન પહોંચાડી શકે છે.