ગુજરાત રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેમ છતાં દારૂની હેરાફેરી બંધ થવાને બદલે વધી રહી છે ગુજરાત સરકારના ચોપડે દારૂબંધી છે પરંતુ ગુજરાતમાં બીજા રાજ્યમાંથી સૌથી વધુ દારૂ આયાત થઇ રહ્યો છે અને દિવસે દિવસે દારૂ પીવાવાળાની સંખ્યા વધી રહી છે. ગુજરાતના મોટા શહેરોમાં દારૂ પીવાની જાણે ફેશન હોય તેમ યુવક અને યુવતીઓ દારૂની પાર્ટી કરે છે. ગુજરાત યુવાધન દારૂની પાર્ટી કરવાં માટે જન્મદિવસ તેમજ કોઈ ખાસ દિવસની રાહ જોતા હોય છે.
ગુજરાતમાં દારૂને કારણે હત્યા તેમ જ લૂંટના બનાવ પણ વધી રહ્યા છે. ગુજરાતમાં દારૂની હેરાફેરીમાં ગુજરાત પોલીસનો પણ એટલો જ ભાગ હોવાની ગંધ સેવાય રહી છે. ગુજરાતની બોર્ડર પર નાકાબંધી હોવા છતાં પણ ગુજરાતમાં દારૂ પહોંચાડવામાં આવે છે. ગુજરાત પોલીસના કેટલાક કર્મચારીઓના પણ વિડિઓ વાઇરલ થયા હતા જેમાં પોલીસકર્મી દારૂની ખેપ મારતા ઝડપાયા છે તો બીજી તરફ બનારસકાઠાંના માવસરી પોલીસ કોન્સ્ટેબલના ક્વાટરમાંથી 4 દારૂની બોટલ રાખવામાં આવી હતી.
ગુજરાતમાં દેશી તેમજ વિદેશી દારૂ બંનેનું ખુબ જ વેચાણ થાય છે અને ચૂંટણી આવી રહી છે એટલે બુટલેગરને પકડી પાડવામાં આવે છે બાકી પોલીસ પણ હપ્તા ઉઘરાવામાં જ રસ હોય તેમ બુટલેગરો બેફામ બને છે. ગુજરાતના પોલીસકર્મીને જ્યાં સુધી રૂપિયા પહોંચતા રહે છે ત્યાં સુધી તેઓ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાની જહેમત ઉઠાવતા નથી જેવી પૈસાની કટકી બંધ થાય કે દારૂના ધંધાર્થી પર કાર્યવાહી કરવામાં આવે છે.
ગુજરાતમાં સૌથી વધારે દારૂ ક્રિસ્મસ અને 31st ના રોજ પીવાય છે મોટી મોટી હોટેલ અને ફાર્મ હાઉસમાં રેવ પાર્ટીની ઘટના બને છે. ગુજરાતમાં દારૂબંધીની છૂટ ન આપવા પાછળ પણ સિન્ડિકેટનો હાથ છે ગુજરાત સરકારને પણ આ દારૂબંધીથી આવક થતી હોય તેવી ગંધ આવી રહી છે નહીંતર આટલો દારૂ પીવા છતાં પણ ગુજરાતમાં દારૂબંધી કેમ છે અથવા દારૂના ધંધાર્થી પર કડક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી રહી.