Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઇ-વ્હીકલની ગુજરાતમાં બોલબાલા, નોંધણીમાં અનેક ગણો વધારો.

Share

પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા 10 મહિનામાં 25 હજાર ઇ-વ્હીકલ નોંધાયાં છે. જ્યારે સબસિડી માટે 18,583 અરજીઓ આવી છે. આ અરજીઓની સીધી પોર્ટલમાં આવતા સબસિડીની રકમ સીધી જ ખાતામાં જમા થાય છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર 13,325 અરજીઓમાં પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. અને 9850 વાહન માલિકોને તેમની સબસિડી ચ્ક્વાઈ પણ ગઈ છે. સબસિડી પેટે અત્યાર સુધીમાં 24.35 કરોડની રકમ ચુક્વવામાં આવી છે.

રાજ્યમાં હાલમાં 250 જેટલા ચર્જિંગ સ્ટેશન કાર્યરત છે. યારે અન્ય 50 જેટલા ટૂંક સેમીમાં સારું થવા ઐ રહ્યા છે. રાજ્યમાં કુલ 668 ચર્જિંગ સ્ટેશન કાર્યરત કરવાની પ્લાન છે.

Advertisement

ઇ-વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારની સાથોસાથ ભારત સરકાર દ્વારા પણ પ્રત્યેક કિલોવોટ મુજબ સબસિડી આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા ટૂ-વ્હીલરમાં 20 હજાર રૂપિયા, થ્રી-વ્હીલરમાં 5 કિલો વોટની બેટરી હોય તો 50,000 આપવામાં આવે છે, જ્યારે ફોર-વ્હીલરમાં 15 કિલોવોટની બેટરી હોય તો 1,50,000 સબસિડી ચૂકવવામાં આવે છે. એ જ રીતે ભારત સરકાર દ્વારા ટૂ-વ્હીલરની ખરીદી પર અગાઉ પર કિલોવોટ 10,000 રૂપિયા સબસિડી આપવામાં આવતી હતી, પરંતુ તાજેતરમાં એમાં વધારો કરીને 15,000 રૂપિયા કરવામાં આવી છે. સબસિડી વાહનની કિંમતના 40 ટકાથી વધવી ના જોઈએ.


Share

Related posts

કરજણનાં મારુતિ પ્લાઝામાં રહેણાંક ફ્લેટમાં આગ લાગતા અફરાતફરી મચી

ProudOfGujarat

અંકલેશ્વરનાં ગડખોલ ગામે આર.કે નગરમાં તબીબની ડિગ્રી વિના પ્રેકટીસ કરતાં બે નકલી ડોકટર ઝડપાયા.

ProudOfGujarat

લીંબડી નગરપાલિકા દ્વારા 15 સફાઈ કામદારની ભરતીમાં 500 લોકોએ ઉમેદવારી નોંધાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!