ગુજરાતમાં હવે દારૂનો છુપાવાવમાં આવેલો જથ્થો શોધી કાઢવા ગુજરાત પોલીસ નાના રૂંવાટીવાળા ઓપરેટીવ્સ ડોગની મદદ લેશે, દેશની પ્રથમ આલ્કોહોલ હન્ટીંગ ડોગ સ્કવોડમાં પાંચ બીગલ પપ્પી (શ્વાન) સામેલ કરવામાં આવશે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં પોલીસે અવારનવાર ટ્રક, કાર અને બાઈકમાં પણ ખાસ ચોરખાનામાં છૂપાવાયેલો દારૂનો જથ્થો ઝડપ્યો છે. અને બુટલેગરો પણ દારૂનો જથ્થો છુપાવવા અવનવા કીમિયા લડાવતા હોય છે, લોકડાઉનમાં એકલા અમદાવાદમાંથી બુટલેગીંગના 30 કેસો શોધી કાઢવામાં આવ્યા હતા. છૂપાયેલા દારૂના જથ્થાને શોધી કાઢવા પોલીસને ભારે પસીનો પાડવો પડતો હતો. હવે બીગલ આ કામ માત્ર સુંઘીને કરી શકાશે. ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ (મોડર્નાઈઝેશન) પી.ચંદ્રશેખરે જણાવ્યું હતું કે દારૂ સુંઘી શકે તે માટે શ્વાનોને ખાસ તાલીમ આપવામાં આવશે. ગુજરાત પોલીસની કે 9 (ડોગ ) સ્કવોડમાં મંજુર મહેકમ 186 છે. પોલીસ હવે મંજુર થયેલી જગ્યાઓ ભરી રહી છે. શ્વાનોમાં બીગલ, લેબ્રાડોર, જર્મન શેફર્ડ, ડોબરમેન અને બેલ્જીયન માલિનોઈસનો સમાવેશ થાય છે. યોગાનુયોગ દારૂબંધીનો ભંગ કરનારાને ઝડપવાના મિશનમાં બીગલને લેબ્રાડોર સાથ આપશે. 9 સ્કવોડના ઈન્સ્પેકટર બી.વી.ખરાદીએ જણાવ્યું હતું કે પાંચ બીગલ ખરીદવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત જુલાઈમાં સરકારે વિધાનસભાને જણાવ્યું હતું કે એક વર્ષના ગાળામાં 1.30 કરોડ આઈએમએફએસની બોટલ, 5.40 લાખ લીટર દેશીદારૂ, 17 લાખ બીયર બોટલ અને કેન રાજયમાંથી જપ્ત કરાયા હતા.
ગુજરાતમાં હવે દારૂનો પતો મેળવવા હવે બીગલ શ્વાન પોલીસને મદદ કરશે.
Advertisement