8 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
ઘણા સમયથી ગરમીનો સામનો કરી રહેલા લોકો અત્યારે ગરમીથી ત્રાહિમામ થઈ ચૂકયા છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અન્ય કેટલાક રાજ્યોની અંદર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે ગુજરાતની અંદર પણ વરસાદ વરસશે. જોકે અગાઉ ૧૫ થી ૨૦ જૂન દરમિયાન વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી ત્યારે પહેલા વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે પ્રશાસન દ્વારા પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ શરૂ કરી દેવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલને લઈને કલેક્ટર કક્ષાએ રાજ્યભરમાં બેઠકો યોજવામાં આવી છે ત્યારે વરસાદને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ખેડૂતો પણ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત જળાશય પણ સુકાઈ રહ્યા છે ત્યારે વરસાદની જરૂર છે. જો વરસાદ વધુ ખેંચાવાને છે તો પાણીની સમસ્યા પણ રાજ્યભરની અંદર થઈ શકે છે માટે પહેલા વરસાદની જરૂરિયાત ઊભી થઈ છે. સિંચાઈ અને પીવાના પાણીને લઇને ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન પણ કરવામાં આવ્યા છે ત્યારે વધુ વરસાદ ખેંચાય તો વધુ સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.