આજે ગુજરાત બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ 89.23 ટકા મેળવીને છોકરાઓને પાછળ રાખી દીધા છે. ધોરણ 12 માં જિલ્લા પ્રમાણે ડાંગ જિલ્લાનું સૌથી ઉંચુ 95.41 ટકા પરિણામ આવ્યું હતું જયારે વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા જ પરિણામ આવ્યું છે. કેન્દ્રમાં ડભોઇનું સૌથી ઓછું 56.43 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે 100 ટકા પરિણામ લાવનાર કેન્દ્રમાં 3 કેન્દ્ર સુબીર, છાપી, અલારસાનો સમાવેશ થાય છે. 1064 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે અને ફક્ત 1 જ શાળાનું પરિણામ 10 ટકા કરતા ઓછું આવ્યું છે.
ગુજરાત બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે તેમાં આ વર્ષે વિદ્યાર્થીનીઓએ છોકરાને પાછળ રાખી દીધા છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ 89.23 ટકા છે જયારે વિદ્યાર્થીઓનું પરિણામ 84.68 છે.
આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આ પરિણામ બોર્ડની વેબસાઈટ http://gseb.org/ પર જોઈ શકાશે. નિયમિત વિદ્યાર્થીનું 84.67 ટકા પરિણામ આવ્યું છે જયારે નિયમિત વિદ્યાર્થીનીનું પરિણામ 89.23 ટકા છે. આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાં 3,35,145 ઉપસ્થિત નિયમિત ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
જિલ્લા પ્રમાણે પરિણામ
અમદાવાદ જિલ્લાનું 81.92 ટકા પરિણામ
જૂનાગઢ જિલ્લાનું 86.50 ટકા પરિણામ
સુરત જિલ્લાનું 87.52 ટકા પરિણામ
ભાવનગર જિલ્લાનું 93.9 ટકા પરિણામ
રાજકોટ જિલ્લાનું 88.72 ટકા પરિણામ
કચ્છ જિલ્લાનું 91.24 ટકા પરિણામ