કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં છે. થોડા દિવસ આગાઉ રામ મંદિર મુદ્દે અપમાનજનક નિવેદન આપ્યું હતું તો હમણાં જ બે દિવસ પૂર્વે એક વિડિઓ વાઇરલ થયો હતો જેમાં તેમની પત્નીએ રંગે હાથે એક યુવતી સાથે રંગરલિયા કરતા ઝડપાયા હતા. આ વાઇરલ વિડિઓને કારણે ભરતસિંહના રાજકીય જીવન પર પણ અસર પડી હતી અને તેની ચર્ચા ચારેકોર થવા લાગી છે ત્યારે આજે તેમના દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને જુદા જુદા મુદ્દે વાત કરી હતી.
ઘણા સમયથી મારા વ્યક્તિગત વિવાદ ચાલી રહ્યા છે, કોંગ્રેસે મને અલગ અલગ જવાબદારી આપી છે, લોકો સવાલ કરે છે કે તમે સ્પષ્ટતા કેમ નેથી કરતા. ચૂંટણી નજીક આવે એટલે કાંઈક ને કંઈક મારુ શરુ થઇ જાય છે. લોકો મને કહે છે કે તમે કેમ કઈ બોલતા નથી. 30 વર્ષનું મારુ જાહેર જીવન છે હજુ સુધી કોઈ કેસ નથી કે કોઈ ભ્રષ્ટાચારની મારા પર આક્ષેપ નથી.રામ મંદિરમાં કાઈ ખોટું થાય તો અમને બોલવા અધિકાર છે. રામનું મંદિર બને તો ભરતને આંનદ થાય કે નહીં, અમે હિન્દૂ ધર્મના સાચા હિમાયતી છીએ અને મક્ક્મતાથી માનીએ છીએ.
રામમંદિરમાં સૌ કોઈની ભાગીદારી છે. મોંઘવારી, બેરોજગારી, પાણી મુદ્દે લોકો ત્રાહિમામ છે. 2022 કોંગ્રેસ લાવીશ તે દિશામાં મેં કાર્ય કર્યું છે. મારી વાતને તોડી મરોડીને રજુ કરવામાં આવી છે. હું ઈચ્છતો હતો કે ઘરની વાત ઘરમાં જ રહે. મારી પાસે ઘણા પુરાવા છે તે હું કોર્ટમાં રજુ કરીશ. લગ્નજીવનની સમસ્યા પરિવારમાં ચર્ચા થવી જોઈએ, ભારતમાં લગ્નજીવન સમસ્યાવાળા આ દેશમાં ઘણા કુટુંબો છે. કોર્ટ ચોક્સ પ્રમાણે નક્કી કરશે.
મારી પત્ની મારી મિલ્કત પોતાના નામે કરવા માંગે છે. મારા વિરુદ્ધ દોરા ધાગા કરવામાં આવ્યા. હોસ્પિટલમાં આવીને મને કહ્યું કે મારી પ્રોપર્ટીનું શું? મારી પત્નીને હંમેશા મિલકતમાં જ રસ છે. મારા ભોજનમાં, મારી ચામાં નાસ્તામાં કંઈક ને કંઈક નાખવામાં આવે છે. મારી પત્ની મારા કહ્યામાં નથી. મારી પત્નીએ મારી કાર વેચી ડ્રાઈવરને છૂટો કરી દેવામાં આવ્યો. મારુ મૃત્યુ થાય એમાં જ મારી પત્નીને રસ છે.
ભરતસિંહ સોલંકીએ વધુમાં કહ્યું કે 15 વર્ષથી અમે સાથે હતા પણ પરિવારને જ ખ્યાલ છે કે કેવી રીતે રહેતા હતા. ભરતસિંહ સોલંકીએ પત્ની રેશ્મા પટેલનું નામ લીધા વગર જ આક્ષેપ કર્યા હતા. તેમને કહ્યું કે તેમની પત્નીને ક્યારેય પણ તેમની ચિંતા હતી નહીં તેમને ફક્ત મારી મિલ્કતમાં જ રસ રહેતો હતો.