સીએ એટલે કે ચાર્ટર્ડ એકાન્ટન્ટ, આ ડીગ્રી મેળવવી પણ એક ચેલેન્જ હોય છે. મોટાભાગના વિદ્યાર્થીઓમાંથી કેટલાક બહું ઓછા સમયગાળામાં સીએ પૂર્ણ કરી દેતા હોય છે તો કેટલાકને સીએ બનવામાં ઘણો સમય નિકળી જતો હોય છે એટલે કે, પાસ ના થતા વારંવાર પરીક્ષા માટે ટ્રાય કરવો પડે છે. જેમાં અત્યારે 48 મહિનાનો સીએનો કોર્સ છે. પરંતુ મળતી વિગતો અનુસાર હવે વિદ્યાર્થીઓને વધુ ભણવું નહીં પડે કોર્સમાં ઘટાડો થાય તેવી શક્યતાો છે. સીએનો 48 મહિનાનો કોર્સ 42 મહિનાનો થાય તેવી શક્યતા છે.
સીપીટી, આઈપીસીસી અને આર્ટિકલશીપ ભણતા વિદ્યાર્થીઓને એક પછી એક આ વર્ષ પાર કરવાના હોય છે ત્યાર બાદ તેઓ ફાઈનલ પરીણામ સુધી પહોંચતા હોય છે. ખાસ કરીને જીએસટી આવ્યા બાદ સીએની ડીમાન્ડ દરેક જગ્યાએ પડી રહી છે. તેવામાં પણ ખાસ કરીને ટેક્સને લઈને નાનાથી લઈને મોટી કંપનીઓ સીએની સલાહ એકવાર જરૂરથી લેતી હોય છે. કેટલાક પરમેનેન્ટ સીએ જ રાખી દેતા હોય છે ત્યારે સીએ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સમાચાર એ પણ છે કે, 42 મહિનાનો કોર્સ 48 મહિનાનો થાય તેવી શક્યતાઓ છે. આર્ટિકલશિપનો સમયગાળો 3 વર્ષથી ઘટીને બે વર્ષ સુધીનો થઈ શકે છે. ફાઈનલ ઈન્ટરમીડીયેટ પરીક્ષાના પેપરની સંખ્યા પણ 8 થી ઘટાડીને 6 થાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને સીએ પરીક્ષામાં આગામી સમયમાં ફેરફાર થાય તેવી શક્યતાઓ છે કેમ કે, આઈસીએઆઈ એ આ માટેના બોર્ડ ઓફ સ્ટડીઝ સીએ કોર્સમાં ફેરફારનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.