ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે. જેને લઈને સરકાર અનેક યોજનાઓ અને કામગીરી દ્વારા વધુને વધુ વોટ મેળવવા તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં ઢોર નિયંત્રણ બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ ઢોર નિયંત્રણ બિલનો માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં ઢોર નિયંત્રણ બિલના વિરોધમાં સૌરાષ્ટ્રના માલધારી સમાજ દ્વારા સંમેલન આગામી તારીખ 30 થી 1 જૂન સુધી યોજવામાં આવશે. આ સંમેલનમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જામજોધપુર, દ્વારકા, પોરબંદર, વેરાવળ, કેશોદ સહિતના વિસ્તારોમાં માલધારી સમાજ એકઠો થઈ સરકારના આ બિલનો વિરોધ કરશે.
આ સંમેલનમાં ધારાસભ્ય રઘુ દેસાઈ, લખાભાઈ ભરવાડ, સંતો-મહંતો, રાજકીય સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં માલધારી સમાજના સભ્યો ઉપસ્થિત રહેશે. માલઘારી સમાજમાં આ બિલને લઈને રોષ છે અને બિલમાં ન્યાય મળે તેવી માંગ હતી. આ અંગે માલધારી સમાજના આહેવાનનું કહેવું છે કે, માલધારી સમાજ પમ ઈચ્છે છે કે, લોકોને તકલીફ પડે તે યોગ્ય નથી. આ કાયદો લાવવામાં આવ્યો છે કે વિચાર કર્યા વગરનો છે.
રખડતા ઢોરને પકડીને ગૌશાળા અને પાંજરાપોળમાં મુકવા જોઈએ. ટાઉન પ્લાનિંગ કરતા સમયે ગ્રામ્ય વિસ્તારો શહેરમાં સામેલ કરાતા યોગ્ય આયોજન કરવું જોઈએ. આ કાયદો ઉતાવરે લાવવામાં આવ્યો છે. ત્યારે તાજેત્તરમાં કાયદો પરત લેવાની માંગ સાથે અમદાવાદ, પાલનપુર, મહેસાણા સહિત રાજ્યભરમાં માલધારીઓએ રેલી યોજી દેખાવો કરી વિરોધ પ્રદર્શન કર્યા હતા.