ગુજરાતના યુવાને બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ચોક અને કોલથી 3000 ફૂટથી વધુનું પોટ્રેટ બનાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે.
ગુજરાતનાં રાહુલ કુમાવત નામનાં યુવકે આ અગાઉ બે વખત પોટ્રેટ બનાવી ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ અગાઉ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 2160 સ્ક્વેર ફીટનું પોટ્રેટ બનવાઇ સ્થાન મેળવ્યું હતું. તેમજ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે તેને ચોક અને કોલથી 3260 સ્ક્વેર ફીટમાં ડોક્ટર આંબેડકરનો ફોટો બનાવી ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેમણે સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતના આ યુવકે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પોટ્રેટ બનાવી ગુજરાતને વિશ્વ કક્ષાએ ખ્યાતી અપાવેલ છે.
Advertisement