ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ અંગે ગમ્મે તે સમયે જાહેરાત થઇ શકે તેમ છે, પરંતુ આગામી એપ્રિલ માસનો પ્રથમ સપ્તાહ વહેલી ચૂંટણીઓ યોજાશે કે નહીં તે માટે અતિ મહત્વનું માનવામાં આવી રહ્યું છે, હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, જે આવતીકાલે એટલે કે ૩૧ માર્ચથી પૂર્ણ થવા જઇ રહ્યું છે.
વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ જો આગામી ૬ દિવસમાં વિધાનસભા ભંગની જાહેરાત થાય તો રાજ્યમાં વહેલી ચૂંટણીના અણસાર થાય તે બાબત સ્પષ્ટરૂપે રાજકીય વિશ્લેષ્કો માની રહ્યા છે, ત્યારે ૩૧ માર્ચથી એપ્રિલ માસના પ્રથમ સપ્તાહ વહેલી ચૂંટણી આવશે કે નહીં તે ચર્ચાઓના અંત ઉપર મહત્વનું માનવામાં આવી રહ્યું છે, તે બાબત પણ રાજકિય પંડિતોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
મહત્વનું છે કે વિધાનસભા સત્રમાં ચાલતું ફોટો સેશન પણ વિધાનસભા સત્ર ભંગ થાય તેવા સંકેતો આપી રહ્યા છે તેવામાં હવે આગામી સપ્તાહમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજાશે કે નહીં તે બાબત ઉપરથી આખું ચિત્ર સ્પષ્ટ થઈ શકે તેમ છે.
જો આ તમામ બાબતો સાથર્ક પુરવાર થાય તો આગામી જૂન માસ સુધીમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ શકે છે, અને જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં મતદાનની તારીખ જાહેર થઇ શકે તેમ ચર્ચાઇ રહ્યું છે. જોકે હાલમાં આ તમામ બાબતો માત્ર અનુમાન રૂપી છે, તંત્ર દ્વારા સત્તાવાર કોઈ જાહેરાત થાય ત્યારબાદ જ તમામ બાબતોને સમર્થન મળી શકે તેમ છે.