Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતમાં લાંબા સમયથી લાઈબ્રેરીયનની ભરતી ન થતાં બેરોજગારો દ્વારા કટાક્ષ સાથે પાઠવ્યું શિક્ષણ મંત્રીને આવેદન.

Share

ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૫ વર્ષથી ગ્રંથપાલની ભરતી પેન્ડિંગ હોય આ ભારતીઓ ન થતાં ગુજરાત રાજ્ય ગ્રંથપાલ બેરોજગાર દ્વારા શિક્ષણ મંત્રીને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ લેખિત આવેદનપત્રમાં યુવાનોની લાગણી વિહોણી સરકાર તેમજ મંત્રીઓ માત્ર વાતો જ કરે છે. ગ્રંથપાલની ભરતીઓ કરવામાં આવતી નથી સહિતના કટાક્ષ સાથે જણાવ્યું છે કે છેલ્લા 25 વર્ષથી રાજ્યમાં ગ્રંથપાલની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ ના હોય શિક્ષણમંત્રી અને નાણામંત્રી કોઈપણ કારણોસર આજદિન સુધી ગ્રંથપાલની ભરતીઓ કરવામાં નિષ્ફળ નિવડ્યા છે આથી આજે આ 83 મુ આવેદન પાઠવવામાં આવ્યું છે.

ગ્રંથપાલની સમગ્ર ગુજરાત રાજ્યમાં અનુદાનિત કોલેજોમાં 260 અને સરકારી કોલેજોમાં ૫૦ ટકાથી વધારે જગ્યાઓ ખાલી હોય તેમજ શાળાના ગ્રંથાલયમાં 5600 જગ્યા ખાલી છે તેમજ રાજ્યની મેડીકલ કોલેજ અને આયુર્વેદિક કોલેજ યુનિવર્સિટીઓમાં પણ ગ્રંથપાલની કાયમી ધોરણે ભરતી કરાતી નથી. રાજ્યની યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટથી ચલાવવામાં આવે છે. વર્ષ 2010 માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વાંચે ગુજરાત અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું હતું પરંતુ સમગ્ર રાજ્યમાં આ અભિયાન અંતર્ગત પણ ગ્રંથપાલની સંપૂર્ણપણે અવગણના કરવામાં આવી હોય, ગુજરાત રાજ્ય સાથે અન્ય રાજયોની સરખામણી કરીએ તો દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, તામિલનાડુ, પંજાબ વગેરે જગ્યાઓ પર સમયાંતરે ગ્રંથપાલની ભરતી કરાતી હોય ત્યારે ગુજરાતમાં જ શા માટે ? સરકારી કે અનુદાનિત કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં ગ્રંથપાલની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી તેવા અનેક સવાલો આવેદનમાં કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : અંદાડા ખાતે ભરૂચ જિલ્લા પંચાયત આઈ.સી ડી.એસ શાખ દ્વારા પોષણ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વીર જવાન પાયલોટ અભિનંદનના ગૌરવવંતા પરાક્રમોની ગાથા જાણો… કેવી રીતે અને ક્યાં શું થયું હતું ?

ProudOfGujarat

શહેરા ખાતે નગરજનોએ પુલવામા શહિદોને શ્રધ્ધાજંલી અર્પી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!