કોરોનાની ત્રીજી લહેર નજર સામે છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. સરકાર દ્વારા કોરોના માટે કરાતા આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં ઘટાડાની જાહેરાત કરાઈ છે. આરટીપીસીઆર ટેસ્ટનો ભાવ 700 રૂપિયાથી ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવ્યો છે. આમ, આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં સીધો 300 રૂપિયાનો ઘટાડો કરાયો છે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે કરી છે. તો સાથે જ 2700 રૂપિયામાં એરપોર્ટ પર આરટીપીઆર ટેસ્ટ કરાવી શકાશે.
કોરોનાની બીજી લહેર પૂર્ણ થઈ ચૂકી છે અને ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે . તેની વચ્ચે રાજ્યની જનતા માટે મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે, સરકાર દ્વારા ટેસ્ટિંગ કિટની કિંમતોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે,તથા RTPCR ટેસ્ટની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.ખાનગી લેબોરેટરીમાં RTPCRટેસ્ટના ચાર્જમાં આ સરકાર દ્વારા ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
અગાઉ ખાનગી લેબોરેટરીમાં આરતી પીસીઆર ટેસ્ટ નો ચાર્જ રૂપિયા 700 હતો, જેમાં હવે 300 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી હવે આ ટેસ્ટ માટેનો ચાર્જ રૂપિયા 400 થશે.આ ઉપરાંત વધુમાં નાણામંત્રી નીતિન પટેલ દ્વારા RTPCR ટેસ્ટ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કેએરપોર્ટ પર રૂપિયા2700માં ટેસ્ટ થશે.એરપોર્ટ પર વિદેશીઓના ટેસ્ટ થાય છે જે ખાનગી લેબોરેટરી દ્વારા કરવામાં આવે છે.તેની કિંમતમાં પણ રૂપિયા 1300નો ઘટાડો કરવામાં આવ્યો છે.