દક્ષિણ ગુજરાત પરથી ફરી એકવાર વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ‘મહા’ વાવાઝોડાના કારણે ટોળાતું સંકટ આખરે શમી જતાં તંત્ર સહિત લોકોએ હાશકારો અનુભવ્યો છે. સુવાલી નજીક દરિયો એકદમ શાંત થઈ જતાં ‘મહા’ વાવાઝોડા અંત આવ્યો હતો. છતાં વાવાઝોડાની ઇફેક્ટને કારણે સમુદ્ર કિનારાના પ્રદેશ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ગત મધ્યરાત્રિ બાદ સુરત શહેરમાં 1 ઇંચ વરસાદ વરસતા નવી વસાહત સિવિલ તેમજ લીંબાયત ગરનાળામાં પાણી ભરાયા હતા. સુરત સહિત નવસારી વલસાડ અને ડાંગ જીલ્લામાં વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકશાનીનો ભોગ બનવું પડયુ છે અને પાકની તારાજી થતાં જગતના તાતને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.
Advertisement