Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતના સેલવાસમાં પી.એમ મોદીના ડ્રિમ પ્રોજકટ નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમી શરૂ થશે.

Share

સેલવાસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ એવા નેતાજી સુભાષ ચંદ્ર બોઝ મિલેટ્રી એકેડેમી શરૂ કરવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે માટે મહત્વની બેઠક આયોજન ભવન ભરૂચ ખાતે યોજાઈ હતી.

સેલવાસમાં શરૂ થઈ રહેલ આ મિલેટ્રી એકેડમીમાં ત્રણ રાજ્યો જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના આદિવાસી પરિવારના બાળકો મફત મિલેટ્રી પ્રશિક્ષણ મેળવશે. આ અંગે ભરૂચ ડીઆઈએ હોલ ખાતે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટરી એકેડમીના વિષય એક ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેશ પતંગે-VB પ્રાંત સંગઠન મંત્રી, વિજય સુરતિયા-વિભાગ અધ્યક્ષ વિદ્યા ભારતી, બળદેવભાઈ પ્રજાપતિ-સંઘ સંચાલક વડોદરા વિભાગ, ધનજીભાઈ પરમાર – સામાજિક અગ્રણી, મારુતિસિંહ અટોદરિયા- જીલ્લા અધ્યક્ષ ભાજપ તેમજ નીરવભાઈ પટેલ – સહકાર્યવાહ- વડોદરા વિભાગના મહાનુભાવોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે ધનજીભાઇ પરમારના સહયોગથી દહેજ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગકારોમાં મુખ્યત્વે દહેજ ઔદ્યોગિક વાસહતના પ્રેસિડેન્ટ મગનભાઈ હનીયા, સક્રેટરી સુનિભાઈ ભટ્ટ તેમજ જે.જે.રાજપૂત, બળદેવભાઈ આહીર, સહ ખજાનચી તેમજ અન્ય ઉદ્યોગકારો આ બાબતે સહાય આપવા તૈયાર થયા હતા. દીપકભાઈ પટેલ, ખજાનચી, લઘુ ઉધોગ ભારતી-દહેજ દ્વારા ડીઆઈએની મિટિંગમાં તમામ ઉદ્યોગપતિને આમંત્રિત કરી અને આ પ્રોજેકટમાં સમર્થન આપવામાં આવ્યું હતુ. અગાઉ આ ભગીરથ કાર્ય માટે ભરૂચ જિલ્લા ભાજપના પ્રભારી જનકભાઈ બગદાણાવાલા અને ભરૂચના સામાજીક કાર્યકર ધનજી પરમાર વચ્ચે દેશના આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કંઈક કરવા માટે ગહન ચર્ચા થઈ હતી બાદમાં, નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમિના લાભાર્થે વિદ્યાભારતી (RSS) ના પ્રાંત પ્રચારક મહેશજી પતંગે અને એકેડમીના અધ્યક્ષ હાલાનીએ ભરૂચના નવેઠા મુકામે સામાજિક આગેવાન ધનજીભાઈ પરમારની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : માં શારદા ભવન હોલ ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

માંગરોળ : મહુવેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની આસિફા ઈકબાલ ચૌહાણ પ્રશ્નો ઉકેલો ઇનામ મેળવો સ્પર્ધામાં રાજ્યમાં ત્રીજો ક્રમ મેળવ્યો.

ProudOfGujarat

स्तंभेश्वर महादेव – शिव पुत्र कार्तिकेय ने करी थी स्थापना,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!