Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજથી કમુરતા શરૂ થતાં લગ્ન કે શુભ પ્રસંગો નહિ થાય…

Share

ગુજરાતમાં હવે એક મહિના સુધી લગ્ન કે શુભ પ્રસંગો નહીં થાય. કમુરતાને કારણે લગ્નસરાની મોસમ પર બ્રેક લાગશે. આજથી ગુજરાતમા કમુરતાની શરૂઆત થઈ છે જેથી લગ્ન પ્રસંગની સાથે શુભ કાર્યો નહિ કરી શકાય.

ધનારક અને મીનારક એક જ છે. સૂર્યદેવ ધન રાશિ અને મીન રાશિમાં આવે ત્યારે ધન સંક્રાંતિ, મીન સંક્રાંતિ ગણાય છે. આ સમયને કમુરતા કહેવાય છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ પ્રસંગ કરાતા નથી. આ સમયગાળો એક મહિનાનો હોય છે. આજે 15 ડિસેમ્બરથી અખંડ મતસ્ય દ્વાદશી, સૂર્ય ધન મૂળમાં પ્રવેશ સાથે ધનારક કમુરતા પ્રારંભ થશે. કોઇપણ માંગલિક કામ માટે સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિની શુભ સ્થિતિ એટલે બળ જોવામાં આવે છે. ખરમાસમાં સૂર્ય-ગુરુ નબળા થઇ જાય છે. વર્ષમાં બે વાર ખરમાસ આવે છે. પહેલો જ્યારે સૂર્ય મીન રાશિમાં રહે છે અને બીજો જ્યારે સૂર્ય ધન રાશિમાં રહે છે. ખરમાસમાં બૃહસ્પતિ અસ્ત રહે છે. ગુરુ ગ્રહ બળહીન રહે છે. મકરસંક્રાંતિએ સૂર્ય આ રાશિથી બહાર આવી જાય છે અને ખરમાસ પૂર્ણ થઇ જાય છે.

Advertisement

દર વર્ષે આવતા ધનારક એટલે કે કમુરતામાં લગ્ન કાર્યો પર રોક લાગી જાય છે. હિન્દુ શાસ્ત્રો મુજબ, આ દિવસોમાં શુભ કાર્યો કરવા સારુ ગણાતુ નથી. તેથી મોટાભાગના લોકો એક મહિના દરમિયાન શુભ પ્રસંગો લેવાનુ ટાળે છે. ત્યારે આજથી ગુજરાતમાં લગ્ન સીઝન પર પણ બ્રેક લાગશે. તેમજ સગાઈ, મુંડન, પ્રાણપ્રતિષ્ઠા, ગૃહપ્રવેશ, નવી દુકાનની શરૂઆત, વ્રત વગેરે પર બ્રેક લાગે છે. જોકે, આ સમય દરમિયાન શ્રીમંત, દીક્ષા, લાંબી મુસાફરી, મંદિરનું નિર્માણ થઈ શકે છે. કમૂરતામાં ધાર્મિક કાર્યો ત્રણથી ચાર ગણા વધી જતા હોય છે. શહેરમાં મોટી- મોટી હવેલીઓમાં કે દેવ મંદિરોમાં વિશિષ્ટ ભગવાનના દર્શનો થશે. આ સમય દરમિયાન પૂજા-પાઠ કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે.


Share

Related posts

લીંબડી કેળવણી મંડળ સંચાલિત એ.આર.એસ. કોલેજ ખાતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતાં.

ProudOfGujarat

ભરૂચ : કૃષિ કાયદાનાં વિરોધમાં કોંગ્રેસનાં જીલ્લા પ્રમુખ અને અન્ય કાર્યકરોની પોલીસે કરી અટકાયત…

ProudOfGujarat

નડિયાદ : ઝારોલ ગામ પાસે હાઇવે પર કાર ચાલકને અકસ્માત નડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!