રાજ્યમાં રીક્ષા ચાલકો CNG ગેસના ભાવ વધારાનો વિરોધ કરી રીક્ષા ભાડામાં વધારાને લઇ માંગ કરી રહ્યા હતા. રિક્ષા ચાલકોએ દિવાળી બાદ હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું હતું. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી સાથે રીક્ષા ચાલકોની બેઠક થઈ હતી જેમાં રિક્ષા ભાડું વધારવાથી રિક્ષા હડતાળ મોકૂફ કરવામાં આવી હતી.
મંત્રી પૂર્ણેશ મીદીએ જણાવ્યુ છે કે ઈંધણના ભાવોમા વધારો થયો છે. જેને પરિણામે ઓટોરીક્ષાના રજીસ્ટડ એશોશીએશનો દ્વારા ઓટોરીક્ષાના ભાડાના દરમાં વધારો કરવા રજુઆતો મળી હતી. આગામી 5 નવેમ્બરથી નવું ભાડું રિક્ષા ચાલકો વસૂલી શકશે. જેમાં મિનિમમ રીક્ષા ભાડામાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. લઘુત્તમ ભાડુ 10 થી વધારી 13 રૂપિયા કરાયું છે. હવે 15 રૂપિયાની જગ્યાએ હવે 18 રૂપિયા લેવાશે. તો વેઇટિંગમાં 1 મિનિટનો 1 રૂપિયો લેવામાં આવશે. તો સાથે 5 કિ.મી.એ 55 રૂપિયા હતા તે વધારી 70 કરાયા છે.
CNG અને પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધવાથી રિક્ષાનું મિનિમન ભાડું નહીં વધતાં રિક્ષા ચાલક યુનિયન દિવાળી બાદ હડતાળ પર ઉતરવાનું નક્કી કર્યું હતું. આમ છતાં સરકાર કોઈ નિર્ણય નહીં લે તો 21 નવેમ્બરથી હડતાળ કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. CNG નો ભાવ ઘટાડો કરવા અને રીક્ષાનું મિનિમન ભાડું વધારવા સહિતના મુદ્દે રીક્ષાચાલક યુનિયન આરટીઓને મળ્યું હતું. CNG ગેસમાં છેલ્લા 10 દિવસમાં 5 રૂપિયા અને 19 પૈસા ભાવ વધ્યા છે જેના કારણે રીક્ષા ચાલકોને પણ મોંઘવારી નડી રહી છે. આમ ગઇકાલે બેઠકનાં અંતમાં રિક્ષા ચાલકોની માંગણીઓ સંતોષાઇ હતી.