દિવાળીના તહેવારો પૂર્વે રાજ્ય સરકારનું ફટાકડા અંગેનું જાહેરનામું આવ્યું છે. સરકારના જાહેરનામા મુજબ, રાજ્યમાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ ઉપરાંત જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. ઓનલાઈન ફટાકડા વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વધુ પ્રદૂષણ ફેલાવતા ફટાકડા પર પ્રતિબંધ નાંખવામાં આવ્યો છે. લાયસન્સ ધારક વેપારીઓ જ વેચાણ ફટાકડાનું વેચાણ કરી શકશે. જાહેર સ્થળો પર ફટાકડા ફોડી શકાશે નહીં.
દિવાળીના તહેવારને લઈ ગૃહ વિભાગ દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. રાજ્યમાં ભારે ઘોંઘાટવાળા ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. રાજ્યના 8 મહાનગરોમાં હવે રાત્રીના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી જ કરફ્યૂ રહેશે. એટલે કે દિવાળી, બેસતુ વર્ષ અને છઠ્ઠ પૂજા જેવા કાર્યક્રમોની નાગરિકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકશે. સરકારના જાહેરનામામાં જણાવ્યા અનુસાર, ગ્રીન માન્યતા પ્રાપ્ત ફટાકડા, જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામા આવી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકાયો છે. ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે 11.55 થી 12.30 સુધી ફોડી શકાશે.
ગુજરાતમાં દિવાળીનાં તહેવારોમાં આટલા સમયમાં જ ફોડી શકાશે ફટાકડા.
Advertisement