Proud of Gujarat
INDIAFeaturedGujaratSport

ગુજરાતના યુવા ક્રિકેટર અવી બારોટનું 29 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન

Share

સૌરાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવી બારોટ નું નિધન થતા ક્રિકેટ જગતમાં શોક વ્યાપી ગયો છે. માત્ર 29 વર્ષની વયે અવીના નિધનથી SCA શોકમગ્ન બન્યુ છે. અવી બારોટ ગુજરાતી ક્રિકેટ જગતમાં સ્ફોટક વિકેટકીપર બેટ્સમેન તરીકે પોપ્યુલર હતા. તેમણે ગુજરાત તરફથી પોતાનું ક્રિકેટ કરિયર શરૂ કર્યુ હતું. અત્યાર સુધી તેમણે 38 ફસ્ટ ક્લાસ મેચ રમી હતી. તો હરિયાણા માટે પણ રણજી ટ્રોફીમાં પણ રમ્યા હતા. અવી વિકેટકિપર કમ બેટ્સમેન હતો. અવી બારોટ 2019-20ની સૌરાષ્ટ્ર ની રણજી વિજેતા ટીમનો સભ્ય હતો.
ગુજરાતના ઉભરતા અને આશવાદી ક્રિકેટર અવી બારોટનું નિધન થઇ જતાં સમગ્ર પંથક શોકમગ્ન બની ગયું છે. આ ખેલાડી તેમના કેરિયરની બેસ્ટ પીક પર હતા અને તેમનુ અવસાન થતાં સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી છે. સૌરાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવી બારોટનું અવસાન થયું છે. અવી બારોટ એક સ્ફોટક વિકેટકિપર બેટસમેન હતા તે ખુબ સારૂ ખેતા હતા ,તે ખુબ જ નાની વયે એટલે કે 29 વર્ષની ઉમરે આ ફાની દુનિયાને અલવિદા કહીને જતાં રહ્યા છે તેમના કેરિયરની બેસ્ટ કરી રહ્યા હતા,તેમની આગવી બેટિગથી લોકો ખુબ પ્રભાવિત હતા તે એક સારા વિકેટકિપર હતા અને ઉત્તમ બેટસમેન હતા.
અવી બારોટે તેમના કેરિયરની શરૂઆત ગુજરાત તરફથી રમવાની શરૂઆત કરી હતી ,તે ઉમદા વિકેટીકિપર અને બેટસેન હતા,તેમણે અત્યાર સુધી 38 ફસ્ટ કલાસ મેચ રમી હતી ,આ ઇફરાંત તે હરિયાણા તરફથી પણ રણજી ટ્રોફી રમ્યા છે. તેમની અચાનક મોત થતાં સમગ્ર ગુજરાતમાં શોકમગ્ન બની ગયું છે. તે ખુબ જ નાની ઉમરમાં અવસાન પામ્યા છે. અનેક ખેલાડીઓએ તેમે શ્રદ્વાંજલિ અર્પી હતી.

Advertisement

Share

Related posts

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટનાં સહયોગથી આત્મનિર્ભર બ્યુટી પાર્લર તાલીમ વર્ગનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

વડોદરા : આયુષ્યની સદી ફટકારનારા શતાયુ મતદાર સવિતાબા મતદાન કરવા ઉત્સુક.

ProudOfGujarat

ગુજરાતમાં યોજાશે કે નહીં ભગવાન જગન્નાથની રથયાત્રા ? રથયાત્રાને લઈ પ્રદિપસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!