Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગુજરાત સરકારે ફરી શિક્ષકોનો ગ્રેડ-પે ઘટાડવાથી રાજયભરનાં 65,000 શિક્ષકોને આની અસર થશે.

Share

ગુજરાતની ભાજપ સરકારે ફરીથી શિક્ષકોનો ગ્રેડ-પે ઘટાડતા એકવાર ફરી શિક્ષકોમાં આંદોલન અને રોષના એંધાણ વર્તાઇ રહ્યા છે. હાલ શિક્ષકોનો ગ્રેડ-પે ઘટતા શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના શિક્ષકોએ પોતાના હક માટે સોશિયલ મીડિયામાં #4200gujarat કેમ્પઈન શરૂ કર્યું છે. પ્રાથમિક શિક્ષકોને વર્ષ 1994 થી નોકરીમાં નવ વર્ષ બાદ 4200 ગ્રેડ-પે મળતો હતો. ગુજરાત સરકારે વર્ષ 2019માં એક પરિપત્ર કર્યો કે હવે વર્ષ 2010 બાદ જે શિક્ષક ભરતી થયા હોય એમને નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 2800 ગ્રેડ પે જ મળશે. ગુજરાત સરકારે ગ્રેડ પે ઘટાડતા રાજ્યભરના 65000 શિક્ષકોને અસર થવા જઈ રહી છે. શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડતા ભારે રોષની લાગણી ઊભી થઈ છે. આ મુદ્દે શિક્ષણ સંઘ પણ વિવિધ રીતે આ પ્રશ્નોનું નિરાકરણ આવે તેના માટે બનતા તમામ પ્રયાસ કરી ચૂક્યું છે. શિક્ષકો પોતાની વ્યથા ઠાલવતા જણાવી રહ્યા છે કે એમને જે પહેલા 4200 ગ્રેડ પે મળતો હતો તેને ઘટાડીને 2800 કેમ કરવામાં આવ્યો? અન્ય કોઈ વિભાગમાં નહીં પરંતુ શિક્ષકોનો પગાર સરકાર કેમ ઘટાડી રહી છે..? અમે પગાર વધારો તો નથી માંગતા, પરંતુ વર્ષોથી જે પગાર આપવાનો નિર્ણય થયો છે તેમાં કાપકૂપ કેમ કરવામાં આવી રહ્યો છે? આજથી નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4200 મળતો હતો. જે સરકારે 2800 કરી દીધો છે. ત્યારે ફરીથી અમને 4200 ગ્રેડ-પે મળી રહે તેના માટે લડત ચલાવી રહ્યા છીએ.
આ અંગે કોંગ્રેસના નેતા ડો. મનિષ દોશીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સૌથી મોટો ભ્રષ્ટાચારનું એપી સેન્ટર શિક્ષણ વિભાગ છે. પરિપત્રોમાં હાથે કરીને વિસંગતતાઓ ઊભી કરવામાં આવે છે અને જુદા જુદા માધ્યમો થકી શિક્ષકોને એનો ભોગ બનાવવામાં આવે છે, અને હાલમાં બની પણ રહ્યા છે. શિક્ષણ વિભાગને પૂછવું છે કે જે શિક્ષકો સમાજનું ઘડતર કરે છે એ શિક્ષકોને જ અન્યાય કેમ થાય છે. આ શિક્ષકોના સન્માન સાથે અન્યાય છે તેમને આર્થિક રીતે પણ નુકસાન છે. જે દેશમાં શિક્ષકોને સન્માન મળે તે દેશનો વિકાસ થાય છે.

Advertisement

Share

Related posts

નર્મદા જીલ્લામાં પ્રણવ વિદ્યાલયનાં 2 વિદ્યાર્થીઓ જિલ્લામાં ટોપ પર આવતાં સ્કુલનાં સ્ટાફે તાળીઓનાં ગડગડાટથી સ્વાગત કર્યું.  

ProudOfGujarat

પંચમહાલ : ભાજપનાં જુના કાર્યાલયની મુલાકાત લેતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ…

ProudOfGujarat

ભરૂચના સાયકલિસ્ટ એ 300 કીમી સાયકલિંગ કરી સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી કરી.

ProudOfGujarat

2 comments

Vipin Chauhan July 4, 2020 at 12:50 pm

Police na Grad pay par vat karilo.

Reply
Pramod solanko July 4, 2020 at 1:16 pm

V. Nice.
Go ahead

Reply

Leave a Comment

error: Content is protected !!