ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવાંમાં આવી છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાંથી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભારતીબેન શિયાળ, અમિત શાહ, મનસુખ માંડવિયા અને નીતિન પટેલ સહિતના નેતાઓનો પણ સમાવેશ કરાયો છે. જોકે કેન્દ્ર ભાજપના દિગ્ગજ નેતા વરુણ ગાંધીને બાકાત રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં તેઓ લખીમપૂર હિંસા મામલે કોમેન્ટ કરીને ભાજપમાં અળખામણાં થયા હતા. ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલાનો સમાવેશ કરાયો છે. તો સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો પણ સમાવેશ કરાયો છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ અને વિશેષ
આમંત્રિતોમાં રમીલાબેન બારાનો સમાવેશ કરાયો છે. દિલ્હીમાં 2 વર્ષ બાદ ભાજપની રાષ્ટ્રીય કારોબારી મળવાની છે. 7 નવેમ્બરના રોજ દિલ્હીમાં રાષ્ટ્રીય કારોબારી મળશે. કોરોનાના કારણે 2 વર્ષથી રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળી ન હતી. છેલ્લે જાન્યુઆરી 2019 માં રાષ્ટ્રીય કારોબારી મળી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ જેપી નડડાની આ પહેલી કારોબારી મળશે.