Proud of Gujarat
FeaturedGujaratINDIA

જૂની કારનું રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવું પડશે ભારે : 600ના બદલે ચૂકવવા પડશે 5 હજાર રૂપિયા

Share

કેન્દ્ર સરકારે 1 ઓક્ટો.થી સ્ક્રેપ પોલિસીના અમલની જાહેરાત કરી હતી તે મુજબ 4 ઓક્ટોબરે જાહેર કરેલા પાર્સિંગ-રિ પાર્સિંગ અને ફિટનેસના દરમાં ધરખમ વધારો ઝીંકાયો છે. ખાનગી પાર્સિંગના ફોર વ્હીલરના રૂા.600થી વધારીને રૂા.5 હજાર ચાર્જ કરાયો છે. જેને પગલે જૂનાં વાહનોને રિપાર્સિંગ કરાવવાને બદલે સ્ક્રેપ પોલિસીમાં વેચવા સારું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.15 વર્ષ પછી પાર્સિંગ 5 વર્ષ માટે કરાશે. હાલ સરકાર દ્વારા ઓટોમેટિક ફિટનેસ સેન્ટર તેમજ સ્ક્રેપ યાર્ડ બનાવ્યા નથી. ગાડી માલિકોએ પોતાની 15 વર્ષ જૂની કારનું રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવા માટે આગામી વર્ષ એપ્રિલથી 5000 રૂપિયાની ચૂકવણી કરવી પડશે જે હાલના દરની સરખામણીએ આઠ ગણી વધુ છે.

રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જૂના વાહનોના રજિસ્ટ્રેશન પ્રમાણપત્રને રિન્યુ કરાવવા માટે એક નોટિફેકશન બહાર પાડ્યું છે અને આ નવો નિયમ રાષ્ટ્રીય વ્હિકલ સ્ક્રેપેજ પોલિસીનો ભાગ છે. ફિટનેસ અને રિપાર્સિંગ માટે ઓટોમેટિક અને મેન્યુઅલના ભાવ અલગ જાહેર કર્યા છે. ઓટોમેટિક ફિટનેસ સેન્ટર રાજ્યમાં એક જ છે. ઓટોમેટિક સેન્ટર પર આ દર સાથે રૂા.400 એક્સ્ટ્રા ચૂકવવા પડશે. ઇ.આરટીઓ એ.એમ.પટેલે કહ્યું કે, નવા દરનો સોફ્ટવેરમાં બદલાવ થતાં જ અમલ થશે. હજુ સુધી બદલાવ થયો નથી.આરટીઓમાં મહિને 2200 જેટલાં વાહન ફિટનેસ માટે આવે છે. ભાવ વધારાને પગલે જૂનાં વાહનોનું માર્કેટ મંદીની અસર હેઠળ આવવાની શક્યતા છે.

Advertisement

એ જ રીતે 15 વર્ષથી વધુ જૂની કારના રજિસ્ટ્રેશનને રિન્યુ કરાવવાની ફી હાલ 600 રૂપિયાની સરખામણીએ 5000 રૂપિયા હશે. જૂની બાઈકના રજિસ્ટ્રેશનને રિન્યુ કરાવવા માટેની ફી હાલ 300 રૂપિયાની સરખામણીએ 1000 રૂપિયા આપવી પડશે. આ સાથે જ 15 વર્ષથી વધુ જૂની બસ કે ટ્રક માટે ફિટનેસ પ્રમાણપત્રને રિન્યુ કરાવવાની ફી 1500 રૂપિયાથી વધારીને 12500 રૂપિયા કરવામાં આવી છે. નોટિફિકેશન મુજબ આ નિયમોને કેન્દ્રીય મોટર વાહન (23મું સંશોધન) નિયમ, 2021 કહી શકાય અને આ એક એપ્રિલ 2022થી લાગુ થશે. નોટિફિકેશનમાં કહેવાયું છે ફિટેનેસ પ્રમાણપત્ર ખતમ થયા બાદ વિલંબ બદલ પ્રતિદિન 50 રૂપિયાનો વધારાનો ચાર્જ લગાવવામાં આવશે. કોમર્શિયલ વાહન ખરીદીનાં 2 વર્ષ પછી દર વર્ષે ફિટનેસ કરાવવાનું હોય છે. તમામ વાહનનું 15 વર્ષે પાર્સિંગ કરાવાનું રહેશે.લેટ થાય તો રોજ 50 લેખે દંડ થશે.


Share

Related posts

પંચમહાલ : બેંક ઓફ બરોડા દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગને 50 પલ્સ ઓક્સિમીટરની સહાય કરવામાં આવી.

ProudOfGujarat

વડોદરા : કરજણ નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી નજીક ફોર વ્હીલના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!