કોરોનાની ગાઈડલાઈન સાથે આ વર્ષે ગુજરાતમા નવરાત્રિ ઉજવવાની છૂટછાટ મળી છે. ત્યારે નવરાત્રિમાં છૂટછાટ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત માટે ગરબા મહત્વનો તહેવાર છે. આ નિર્ણય ગુજરાતના હિતમાં લેવામાં આવ્યો છે, જેથી કોરોનાની ત્રીજી લહેર સામે ચેતીને રહી શકાય. ગુજરાતમાં આ વર્ષે શેરી ગરબામાં 400 લોકોની છૂટ આપવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં માત્ર શેરી ગરબા અને સોસાયટીના ગરબાને જ છૂટછાટ આવવામાં આવી છે. પરંતુ તે માટે કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે. કોમર્શિયલ ગરબાનું આયોજન આ વર્ષે નહિ થાય. વર્ષોથી ગુજરાતમાં શેરી ગરબાની જે પરંપરા રહી છે કે આસ્થાને જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરાશે. જેમાં ચોકમાં અને વૃક્ષની આસપાસ ગોળ ફરતે ગરબા રમી શકાશે. આ વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબાનુ આયોજન નહિ થાય તેવુ પણ સરકારે જાહેરાત કરી છે. ખાનગી ગરબાનું આયોજન કરવામાં આવનાર નથી માત્ર શેરી ગરબાનું આયોજન કરવામાં આવશે.
જો કે, કોરોના મહામારીના કારણે છેલ્લા 18 માસથી નવરાત્રી સહિતના વિવિધ ધાર્મિક તહેવારો, ઉત્સવો વગેરેની ઉજવણી થઇ શકી નહીં. પરંતુ આ વર્ષે સરકારની ગાઇડ લાઇન પ્રમાણે શેરી ગરબાને મંજુરી મળતા કાલથી રાજયની મોટાભાગની શેરી ગલીમાં ગરબાની ધૂમ મચાવવા લોકો આતુર બન્યા છે.
વિશ્ર્વનો લાંબામાં લાંબો લોકનૃત્યોત્સવ એટલે નવરાત્રી અને ગરબા આવતીકાલથી શરુ થનાર નવરાત્રી મહોત્સવની ઉજવણી અંગે ઠેર ઠેર કરવામાં આવેલ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વર્ષમાં ચાર નવરાત્રી આવે છે તેમાં પણ આસો અને ચૈત્રની નવરાત્રીનું ખાસ મહત્વ છે. આવતીકાલથી માય ભકતો માની આરાધનામાં લીન થઇ ધન્ય થવા પુજન, અર્ચનની તૈયારીઓ કરી રહ્યા છે. જયારે નૃત્ય અને ગાન સાથે માની ભકિત કરતા ગરબાના ખેલૈયાઓમાં પણ હરખનો પાર નથી.
જો કે, સરકારની ગાઇડ લાઇન પ્રમાણે ગરબા રમવા અંગે સમયની મર્યાદા નકિક કરવામાં આવી છે. પરંંતુ જે સમય મળ્યો છે તેમાં માના ગુણગાન સાથે રમયાના મુડમાં અત્યારથી જ ખેલૈયાઓ વસ્ત્રો પરિધાન અંગેની તૈયારીઓ કરવામાં લાગ્યા છે. જયારે ગરબા, કોડીયા, દિવા, તેમજ પુજન અર્ચનની સામગ્રી માટે છેલ્લા થોડા દિવસથી ભીડ જોવા મળે છે. તે સ્વાભાવિક છે.
જો કે એક વાત તો ચોકકસ છે કે નવરાત્રી દરમિયાન 9 દિવસ સુધી માના ગરબાનું ગાન કરવું અને તેમાં પણ સંગીતનો સથવારો મળે અને સૌ સાથે મળી ગરબા રમવા અને સાંભળવામાં માની ભકિતનો અનેરો આનંદ મળે અને કંઇક અનોખી અનુભુતિ થાય છે.જાહેરનામા પ્રમાણે, આ હુકમનો ભંગ કરનારને ધ એપીડેમીક ડિસિસ એક્ટ 1897 અન્વયે ધ ગુજરાત એપીડેમીક ડિસિસ કોવિડ-19 રેગ્યુલેશન 2020ની જોગવાઈઓ તથા ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ 188 તથા ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.