Proud of Gujarat
GujaratFeaturedINDIA

સમગ્ર ગુજરાત રાજ્યમાં પી.આઈ અને પી.એસ.આઈની બદલીઓ કરવામાં આવી.

Share

ભરૂચ જિલ્લાનાં 2 પી.એસ.આઈની બદલી અને 2 પી.એસ.આઈ નવા આવ્યા. સમગ્ર ગુજરાત રાજ્યમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીઓ કરવામાં આવી છે. કુલ 20 પી.આઈ અને 45 પી.એસ.આઇ. ની બદલી કરવામાં આવી છે. જેમાં ભરૂચનાં પી.એસ.આઇ જાતિયા કાનજી ભાઈ રાણાની બદલી કચ્છ ખાતે જયારે તડવી જશવત સિંહ બકોર ભાઈની બદલી છોટાઉદેપુર જિલ્લામાં જયારે વડોદરાથી ચુડાસમા શક્તિ સિંહ વેલુભા અને અમરેલીથી રણા વિક્રમ સિંહ અજીતસિંહની બદલી ભરૂચ ખાતે કરવામાં આવી છે. હાંસોટનાં પી.આઈની થયેલ બદલી, સુરતનાં પી.એસ.આઇ. ની ભરૂચ અને ભરૂચનાં પી.એસ.આઈ ની અમદાવાદ બદલી કરાઇ. સમગ્ર ગુજરાત રાજ્યનાં પી.આઈ અને પી.એસ.આઈ ની બદલીઓ કરવામાં આવી છે. જેમાં હાંસોટનાં પી.આઈ નો પણ સમાવેશ થાય છે. મળતી માહીતી અનુસાર હાંસોટનાં પી.આઈ ડી.આર ગઢવીની બદલી બનાસકાંઠા ખાતે કરવામાં આવી છે એમના સ્થાને હજી કોઈ પી.આઈ ની નિયુક્તિ કરવામાં આવી નથી જયારે ભરૂચનાં મહિલા પી.એસ. આઈ પટેલ મનીષા કમલેશભાઈની અમદાવાદ ખાતે જયારે પી.એસ.આઈ ચૌહાણ વિઠ્ઠલભાઈ શાંતિ ભાઈની બદલી સુરતથી ભરૂચ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

દરિયાની સપાટી વધતા આ વિસ્તારોમાં જોખમ, 537 કિમી જમીનમાં પાણી ઘૂસ્યા

ProudOfGujarat

આપત્તિનાં સમયે અમદાવાદ જિલ્લામાં સરકારી તંત્ર અને સરકાર સેતુ બન્યા ભુપેન્દ્રસિંહ ચુડાસમા.

ProudOfGujarat

સુરત : કપોદ્રામાં BRTS રૂટમાં મસમોટો ભૂવો પડ્યો, તંત્ર દોડતું થયું, અવરજવર બંધ કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!