Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતનું સંકટ ટળ્યું : શાહીન વાવાઝોડું ફંટાઈને કચ્છના અખાતમાંથી પાકિસ્તાનના મકરાન કોસ્ટ સુધી પહોંચશે

Share

‘ગુલાબ’નો ખતરો હજી દૂર નથી ગયો ત્યાં નવા વાવાઝોડા શાહીન’નો ભય માથે મંડરાય રહ્યો છે. આ વાવાઝોડું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં ‘શાહીન’ વાવાઝોડું જોવા મળ્યું અને મહારાષ્ટ્ર, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર થશે. તેને જોતા હવામાન વિભાગે ગુજરાતના 20 જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતના માથા પરથી શાહીન વાવાઝોડાનું સંકટ તો ટળી ગયુ છે. તેની માત્ર અસર ગુજરાતમાં જોવા મળશે. વાવાઝોડાની અસરના રૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રોકાવાનુ નામ જ નથી લઈ રહ્યો. હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, આજે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તોફાની પવન અને વરસાદને કારણે તમામ રાજ્યોના તંત્ર એલર્ટ મોડ પર છે. આ ઉપરાંત ગુજરાતના 17 જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. ગુજરાતના અનેક બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયુ છે અને માછીમારોને દરિયો ખેડવા ન જવા કોસ્ટગાર્ડ દ્વારા સતત સૂચના આપવામાં આવી રહી છે.

Advertisement

હાલ ગુજરાતમાં કાલ રાતથી જ કડાકા ભડાકા સાથે ખુબ વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. આ કારણથી દરિયાકાંઠા વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, ભાવનાગર, જૂનાગઢ ગોંડલ સહીતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાય ગયા છે. ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને પગલે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે.


Share

Related posts

માંગરોળ : મોસાલી ગામે રહેતા પર પ્રાંતીય કારીગરની લાશ ભુખી નદીમાંથી મળી.

ProudOfGujarat

ભરૂચ 108 એમ્બ્યુલન્સના મુસ્લિમ મહિલા કર્મચારી એ સહ કર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી.

ProudOfGujarat

લીંબડીનાં સ્પોર્ટસ સંકુલ ખાતે હોકી, કબ્બડ્ડી, અને વોલીબોલની તાલુકા કક્ષાની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!