Proud of Gujarat
FeaturedGujaratINDIA

‘ગુલાબ’ ની ગુજરાતમાં અસર : અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ

Share

સમગ્ર ગુજરાતમાં 27 સપ્ટેમ્બર એટલે કે આજથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચક્રવાતનાં કારણે રાજ્યનાં વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે. વળી 27 સપ્ટેમ્બરથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં 27 સપ્ટેમ્બર એટલે કે આજથી જ ભારે વરસાદ શરૂ થવાની શક્યતા છે. જ્યારે 28 તારીખે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જો આજની વાત કરીએ તો, અમદાવાદમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરનાં લગભગ તમામ વિસ્તારોમાં મેઘાનું જોર જોવા મળી રહ્યુ છે. અહી ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. વળી રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદ શરૂ થઇ ગયો છે. અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના શહેરોમાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના ઘાટલોડિયા, મેમનગર, ચાંદલોડિયા, એસજી હાઇવે, ચાંદખેડા, પ્રહલાદનગર સહિતના અનેક વિસ્તારોમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવ્યું હતું આગામી 3 થી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ચક્રવાતી તોફાન ગુલાબ રવિવારે રાત્રે ઓડિશા અને આંધ્ર પ્રદેશનાં દરિયાકાંઠે ત્રાટક્યું હતું અને તે પછી તે હવે નબળું પડી ગયું છે અને હવે કલિંગપટ્ટનમથી 20 કિમી ઉત્તરને તે પાર કરી ગયું છે. તે લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી 12 કલાક દરમિયાન ડિપ્રેશનમાં નબળા થવાની શક્યતા છે.

Advertisement

આ દરમિયાન, આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા અને મહારાષ્ટ્રનાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. જો કે તેની અસર હાલમાં ગુજરાતનાં ઘણા જિલ્લાઓમાં થઇ રહી હોય તેવુ પણ લાગી રહ્યુ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યુ છે. અહી હાલમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં સાબરમતી, રાણીપ, મેમનગર, એસ.જી.હાઇઇવે, વૈષ્ણોદેવી સર્કલ પાસે, સિિંધુભવન રોડ, બોડકદેવ, વસ્ત્રાપુર, ગોતા, સોલા, જોધપુર, મણીનગરમાં મેઘાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. અહી વીજળીનાં કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે વહેલી સવારથી રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. અમદાવાદમાં સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદી ઝાપટાં સાથે શરૂ થયેલા વરસાદે જોર પકડ્યું હતું. ધોધમાર વરસાદ પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે શહેરના ઘટલીડિયા, મેમનગર, ચાંદલોડિયા, એસજી હાઇવે, ચાંદખેડા, પ્રહલાદનગર, સાબરમતિ, આરટીઓ સર્કલ, હેલ્મેટ સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.


Share

Related posts

અનોખી પહેલ : અંકલેશ્વરની શ્રવણ સ્કૂલ ખાતે ઓનલાઈન 100 ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.

ProudOfGujarat

ગોધરા : પાવરહાઉસ વિસ્તારમાં આવેલા રસ્તા પરના તૂટેલા ગટરના ઢાંકણાનું સમારકામ કરવાની લોકમાંગ.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. માંથી ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું ગોડાઉન ઝડપી એક ઇસમની અટકાયત કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!