Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યની ૧૮૭૨ સરકારી અને ૬૧૦ ખાનગી મળીને કુલ ૨૪૮૨ હોસ્પિટલોમાં ‘PMJAY-MA’ યોજનાનો લાભ મળી રહ્યો છે.

Share

રાજ્ય સરકાર હંમેશા સામાન્ય પરિવારના પડખે ઉભા રહીને તેમની સમસ્યાઓનું નિવારણ કરવા તત્પર રહી છે. સામાન્ય પરિવારોને આરોગ્ય સારવારના ખર્ચની ચિંતામાંથી મુક્તિ અપાવવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મા વાત્સલ્ય યોજના અને આયુષ્માન ભારત યોજનાને એક છત્ર હેઠળ આવરીને ‘પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ યોજના’ (PMJAY-MA) અમલી બનાવવામાં આવી છે.

આ યોજના હેઠળ લાભાર્થીને કેન્સર, હૃદય રોગ, કિડનીને લગતા ગંભીર રોગો, બાળ રોગો, આકસ્મિક સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ન્યુરો સર્જરી, ડાયાલિસીસ સહિતની તકલીફોની સારવાર સાથે જ પ્રસુતિ તેમજ ગંભીર અને અતિ ગંભીર બિમારીઓની કુલ ૨૬૮૧ જેટલી નિયત કરેલ પ્રોસિજર્સ/ઓપરેશન જેવી આરોગ્ય વિષયક સેવાઓ પ્રાપ્ત થશે. આ યોજનાનો લાભ રાજ્યની ૧૮૭૨ સરકારી અને ૬૧૦ ખાનગી મળીને કુલ ૨૪૮૨ હોસ્પિટલોમાંથી મેળવી શકાય છે.

Advertisement

સામાન્યત: ગરીબી રેખા હેઠળ (બીપીએલ) કાર્ડધારકો, વાર્ષિક રૂ.૪ લાખ સુધીની આવક ધરાવતા પરિવારો, શહેરી અને ગ્રામીણ આશાઓ (માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા), માન્ય પત્રકારો, યુ-વિન કાર્ડધારકો, રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ ફિક્સ પગાર કર્મચારીઓ, વિધવા,અનાથાશ્રમના બાળકો, કોરોના યોદ્ધાઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

અરજીકર્તા રાજ્ય સરકારની www.pmjay.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે. તદ્દઉપરાંત જિલ્લા હોસ્પિટલ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સંલગ્ન ખાનગી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, નિયત કરેલા શહેરી આરોગ્ય કેન્દ્રો, ઈ-ગ્રામ પર જઈને નિયત પૂરાવા રજૂ કરી અરજી કરવાથી ‘PMJAY-MA’ કાર્ડ બનાવી આપવામાં આવે છે.


Share

Related posts

રાજપીપળા : આશા વર્કર બહેનોને સરકારી કર્મચારી ઘોષિત કરી લઘુતમ વેતન ૧૮ હજાર લાગુ કરવાની માંગ સાથે નર્મદા જિલ્લા કલેકટરને આવેદન

ProudOfGujarat

ઝઘડિયા : પોલીસ દળ વર્ગ-૩ ની સીધી ભરતીમાં સંવિધાનિક અનામત બેઠકોમાં અન્યાય બાબતે ભારતીય વિદ્યાર્થી મોરચા દ્વારા આવેદનપત્ર અપાયું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ધોળાકુવા ખાતે મોરવા(હ) અને ઘોઘંબા તાલુકાનાં ખેડુતો માટે તાલીમ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!