મુન્દ્રા ડ્રગ્સ મામલામાં ડીઆરઆઈ એક્ટિવ થયું છે. મુન્દ્રા અદાણી પોર્ટમાં ઝડપાયેલા ડ્રગ્સ પ્રકરણમાં ડીઆરઆઈ દ્વારા 8 શહેરોમાં તપાસ શરૂ કરાઈ છે. જેમાં ગાંધીધામ, ન્યુ દિલ્હી, નોઇડા, ચેન્નઈ, કોઈમ્બતુર, અમદાવાદ, માંડવી, વિજયવાડામાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. મુન્દ્રામાં પકડાયેલા ડ્રગ્સનું શ્રીલંકા સાથે પણ કનેક્શન નીકળ્યું છે. નશાના કારોબારીઓ મુન્દ્રા અને પોરબંદરથી જપ્ત કરાયેલા ભારત ઉપરાંત શ્રીલંકા અને નેપાળ પણ મોકલવાના હતા. 4 અફઘાની, 3 ભારતીય, 1 ઉઝબેકિસ્તાની નાગરિક સહિત કુલ 8 ની ધરપકડ કરવામાં આવી છે. મુંદ્રા ડ્રગ્સ પ્રકરણની તપાસના તાર દિલ્હી, નોઈડા સુધી પહોંચતા ગત બે દિવસ સતત તપાસ અને દરોડાઓનો સિલસિલો ચાલ્યો હતો. કેંદ્ર સરકારના નાણા મંત્રાલયે આ અંગે સતાવાર નિવેદન આપતા દિલ્હીથી વધુ 16 કિલો હેરોઈન જપ્ત થયું હોવાનું જણાવ્યું હતું. જેથી અત્યાર સુધી આ પ્રકરણ સાથે જોડાયેલી તપાસમાં કુલ હેરોઈન ડ્રગ્સનો 3004કિલો જથ્થો જપ્ત થઈ ચુક્યો છે. તો આ સાથેની તપાસમાં કોકેઈન અને સંદિગ્ધ હેરોઈનનો જથ્થો પણ મળ્યો છે. આમ કુલ જપ્ત જથ્થાની કિંમતનો આંકડો 22 હજાર કરોડને પાર કરી રહ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડનું 3 હજાર કિલો ડ્રગ્સ પકડાતા ચકચાર મચી ગયો છે. આ કિસ્સા બાદ ફરી સત્તાવર સૂત્રો કહી રહ્યા છે કે, વૈશ્વિક સ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયા ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો છે. સાથે જ જાણકારોનું તો એવું પણ કહેવું છે કે, ગુજરાતના કુલ 42 બંદરમાંથી કોઈપણ બંદરનો ઉપયોગ થઈ શકે છે. આ જથ્થો ગુજરાત માટે કે દિલ્હી, મુંબઈ કે દેશના અન્ય રાજ્ય માટે હોવાની ચર્ચા છે. મુંદ્રાથr જે ડ્રગ્સ પકડાયું તે અફઘાનિસ્તાનથી આવ્યું હતું. 90 ટકા ડ્રગ્સનું ઉત્પાદન ત્યાં જ થાય છે. અફઘાનિસ્તાનમાં દરિયો ન હોવાથી ઈરાન સહિતના અરેબિયન કન્ટ્રીના બંદર અને પેઢીઓમાંથી ડ્રગ્સનું વેચાણ અને હેરાફેરી થાય છે. ગુજરાતના બંદરો પર સતત વેપાર વધી રહ્યો છે, જેથી તમામ કન્ટેઈનરની ઊંડાણથી તપાસ કરવી શક્યથી. આ જ બાબતનો ગેરલાભ લઈ ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવે છે.
જો કે દેશની એજન્સીઓ અને ગુજરાત એટીએસ સતર્ક હોવાથી છેલ્લા પાંચ જ વર્ષમાં ૩૦ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સ માફિયા આયોજનબદ્ધ નેટવર્ક ગોઠવીને ગુજરાતના બંદરો ઉપર કન્ટેનરમાં અન્ય સામાન સાથે ડ્રગ્સની હેરાફેરી કરે છે. ગુજરાતના બંદરથી ટ્રાન્સપોર્ટ મારફતે આ જથ્થો દેશના બીજા બંદર ઉપર પહોંચે અને ત્યાંથી વિશ્વના અન્ય દેશમાં એક્સપોર્ટ કરી દેવામાં આવે છે. આમ ગુજરાતનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છ.