પૂર્વીય કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રિયો શનિવારે ટીએમસી મહાસચિવ અભિષેક બેનરજી અને પાર્ટીના સાંસદ ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં તૃણમૂલમાં સામલ થયા છે. બાબુલ સુપ્રિયોને હાલમાં જ કેન્દ્રીય મંત્રીમંડળમાં થયેલા મોટા ફેરફારને કારણે પદ પરથી હટાવવામાં આવ્યા હતા. સુપ્રિયો બંગાળની આસનલોટ સીટથી સાંસદ છે. સુપ્રિયોએ એવા સમયે તૃણમૂલનો સાથ પકડ્યો છે, જ્યારે કોલકાત્તાની ભવાનીપુરા સીટ પર વિધાનસભાની પેટાચૂંટણી થઈ રહી છે, જ્યાંથી સ્વંય મુખ્યમંત્રી મમતા બેનરજી ઉમેદવાર છે. હાલમાં જ ભાજપના ચાર ધારાસભ્ય તૃણમૂલનો હાથ પકડી ચૂક્યા છે. આજનો દિવસ રાજકીય ભૂકંપનો દિવસ છે પહેલા સમાચાર પંજાબથી આવ્યા હતા કેપ્ટન પાસેથી કોંગ્રસ હાઇકમાન્ડે રાજીનામું માંગી લીધું અને હવે પશ્વિમ બંગાળમાં રાજ્કીય ભૂકંપ આવ્યો છે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સાસંદ બાબુલ સુપ્રિયોએ ભાજપ છોડી દીધી છે અને ટીએમસીમાં જોડાયા છે્.
ઉલ્લેખનીય છે કે બાબુલ સુપ્રિયો પૂર્વ મંત્રી હતા પરતું નવા મંત્રીમંડળની રચના થઇ ત્યારે તેમને પડતાં મુકવામાં આવ્યા હતા જેના લઇને તે ખુબ નારાજ ચાલી રહ્યા હતા અને રાજનીતિ છઓડી દેવાની વાત પણ કરી હતી તેેમને સમજાવવામાં આવ્યા હતા તેથી તે રાજનીતિમાં સક્રીય હતા. પરતું તે નારાજ હતા અને અંતે તેમમે ભાજપ છોડી દીધી છે અને તુણમૂલ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે.સુપ્રિયો પશ્ચિમ બંગાળના ઈલેક્શન બાદથી ભાજપથી નારાજ હતા. બાબુલ સુપ્રિયોએ થોડા સમયે પહેલા જ એક પોસ્ટ લખીને રાજનીતિ છોડવાની વાત કહી હતી અને અચાનકથી તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા છે.
તેને ભાજપ માટે મોટો ઝાટકો માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ઈલેક્શન બાદથી અનેક ભાજપીય નેતાઓએ પાર્ટીને અલવિદા કર્યું છે. તેમાં હવે બાબુલ સુપ્રિયોનું નામ સામેલ થયું છે. ભારતીય જનતા પાર્ટીને પશ્ચિમ બંગાળમાં મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ સાંસદ બાબુલ સુપ્રિયો આજે ઔપચારિક રીતે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) માં જોડાયા છે કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ બાદ સુપ્રિયોએ તાજેતરમાં જ ભાજપ છોડી દીધું હતું. તેમણે રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત પણ કરી હતી. તેમને પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ ટીએમસીનું સભ્યપદ આપ્યું હતું. આ દરમિયાન સાંસદ ડેરેક ઓ બ્રાયન પણ હાજર હતા.