Proud of Gujarat
FeaturedGujaratINDIA

મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊથલપાથલ: પંકજ જોશી મુખ્યમંત્રીના નવા ACS: અવંતિકા સિંઘને CMO સચિવ બનાવાયા

Share

અવંતિકા સિંઘ બન્યા CMO સચિવ ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટના શપથવિધિના અટકળો વચ્ચે આઈએએસ લોબીમાંથી મોટો સમાચાર સામે આવ્યા છે. પંકજ જોશીને મુખ્યમંત્રીના નવા ACS બનાવવામાં આવ્યા છે. તો અવંતિકા સિંઘને CMO સચિવ બનાવવામાં આવ્યા છે. રૂપાણી અને મંત્રીમંડળના રાજીનામા બાદ સ્વર્ણિમ સંકુલમાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. સીએમ ઓફિસમાં નિયુક્ત તેમજ મંત્રીઓના અંગત સચિવ તરીકે કાર્યરત 36 જેટલા સચિવાલય કેડર, ગેસ કેડર તેમજ અન્ય કેડરના અધિકારીઓને મૂળ વિભાગમાં પરત મોકલવામાં આવ્યા છે.
તો બીજી તરફ, ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ લગભગ નક્કી થઈ ગયા છે. સરકાર દ્વારા તમામ ધારાસભ્યોને સવારે 10 વાગ્યા સુધી ગાંધીનગર પહોંચી જવા ફરમાન કરાયુ હતું. ત્યારે આ વચ્ચે ભાજપના તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં ઉપસ્થિત જોવા મળ્યા. મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ વચ્ચે મંત્રીમંડળના શપથવિધિ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. હજુ સુધી શપથવિધિ માટે ધારાસભ્યોને ફોન કરવા સૂચના અપાઈ નથી. આ માટે ઉપરથી આવનારા ઓર્ડરીન રાહ જોવાઈ રહી છે. સૂચના મળ્યા બાદ જ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવનાર ધારાસભ્યોને ફોન કરવામા આવશે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી ઠાકોર ચેહરા તરીકે અજમલજી ઠાકોર, ગજેન્દ્રસિંહ પરમારને સ્થાન મળી શકે તેવી શક્યતા છે. તો જીતુ વાઘાણી અને ગોવિંદ પટેલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
16મીએ મંત્રીમંડળના નવા સભ્યોની શપથવિધિ યોજાવાની હોવાથી નવા મંત્રીઓ પોતાના અંગત સ્ટાફની નિમણૂક ન કરે ત્યાં સુધી તેમની રોજિંદી સરકારી કામગીરીમાં મદદરૂપ થવા માટે જીએડી દ્વારા 35 સેક્શન ઓફિસર અને 35 ડેપ્યુટી સેક્શન ઓફિસરોની યાદી તૈયાર કરવામાં આવી છે. મંત્રીઓ સ્ટાફની નિમણૂક ન કરે ત્યાં સુધી આ અધિકારીઓ પીએ અને પીએસ તરીકે મંત્રીઓ સાથે ફરજ બજાવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝાડેશ્વર ખાતે આવેલ ગાયત્રી મંદિર પાસે નર્મદા નદીના કાદવમાં ગાયનું દોઢ કલાક રેસ્ક્યુ : ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવી.

ProudOfGujarat

રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ

ProudOfGujarat

અંકલેશ્વર : બાપુનગર ઓવરબ્રિજ પાસેથી આઇસર ટેમ્પોમાં લઈ જવાતા પ્લાસ્ટિક, પતરાના બેરલો સહિતની વસ્તુઓ સાથે એક ઈસમની ધરપકડ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!