ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા પછી પત્રકાર પરીષદ સંબોધી હતી. તેમણે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભાર છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, હવે મને જે જવાબદારી મળશે , તે હું કરીશ. હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું. તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાનો ખૂબ સારો સાથ મળ્યો છે. તેમણે મંત્રી મંડળના સાથીઓ, વિધાનસભાના સાથીઓનો પણ આભાર માન્યો હતો. તેમની સાથે નાયબ મુખઅયમંત્રી નીતિન પટેલ સહિત સિનિયર મંત્રીઓ હાજર છે. ભાજપનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી એક દિવસની ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરીષદ બોલાવી હતી. ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ગુજરાત આવ્યા છે. કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મહામંત્રીઓ સાથે કરી બેઠક કરી હતી. બી એલ સંતોષ રૂટિન સંગઠનાત્મક મિટીંગ માટે ગુજરાત પહોંચ્યા છે.
ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલપાથલ સર્જાઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ પદ પરથી રાજીનામુ આપ્યું છે. રાજ્યપાલના મળ્યા બાદ સીએમ રૂપાણીએ સીધી પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે આ જાહેરાત કરી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ આ જાહેરાત અનેક સંકેત આપી રહી છે. તેમણે રાજીનામુ આપતા કહ્યું કે, મારા જેવા કાર્યકરને જે તક આપી તેના માટે આભારી છું. મેં રાજ્યપાલને મારું રાજીનામુ સોંપ્યુ છે. પાર્ટી મને આગળ જે જવાબદારી આપશે તે હું સ્વીકારીશ.
શું તમને રાજીનામુ આપવા મજબૂર કરાયા તે અંગે તેમણે કહ્યું કે, સંગઠન સાથે મારી કોઈ તકરાર ન હતી. પાર્ટીના નેતૃત્વમાં અમે ઈલેક્શન જીત્યા છે. મને પાંચ વર્ષ જે જવાબદારી આપી હતી તે મેં નિભાવી છે. હું ભાજપનો આભાર માનુ છું કે મને આ તક આપી.
પત્રકાર પરિષદ વિજય રૂપાણીએ કહ્યું…
ભાજપ હાઇકમાન્ડનો આભાર માન્યો
ગુજરાતનાં વિકાસની યાત્રામાં મને અવસર મળ્યો
ભાજપની પરંપરા છે કાર્યકર્તાને અલગ જવાબદારી સોંપાય
નવી ઉર્જા સાથે મને ને જવાબદારી મળશે તે નિભાવીશ
હું ગુજરાતની જનતાનો પણ આભારી છું
ગુજરાતની જનતાનો પ્રેમ મળ્યો છે
સરકારનાં સભ્યો તમામ ધારાસભ્યનો સહકાર મળ્યો
વિપક્ષનાં સભ્યોનો સારો સહકાર મળ્યો છે
મેં પાંચ વર્ષ સુધી કામગીરી કરી છે