સમગ્ર રાજ્યમાં શાળાનો સમય રાબેતા મુજબ રાખવાની જાહેરાત કરવામાં આવતા દિગ્વિજય સિંહ જાડેજા, સતિષભાઈ પટેલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ નિયામક એમ.આઈ જોષી, શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ સાહેબનો આભાર માન્યો હતો.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી સતિષભાઈ પટેલ તેમજ રાજ્ય સંઘની ટીમ દ્વારા ગઈકાલે માનનીય પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઈ જોષી, શિક્ષણ સચિવ વિનોદ રાવ સાહેબ, તથા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાનો સમય 10 : 30 થી 5 રાખવા બાબતે રજૂઆત કરેલ હતી. ઉપરોક્ત અધિકારી પદાધિકારી દ્વારા હકારાત્મક અભિગમ રાખી આજરોજ સમગ્ર રાજ્યમાં શાળાનો સમય રાબેતા મુજબ આપવાની જાહેરાત કરવામાં આવતા દિગ્વિજય સિંહ જાડેજા, સતિષભાઈ પટેલે શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમા, શિક્ષણનિયામક એમ.આઈ જોષી, શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ સાહેબનો આભાર માન્યો હતો સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ તેમની ટીમનો સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આભાર માનેલ છે. આમ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની રજુઆતથી હંમેશા હકારાત્મક પરિણામ મળેલ છે એમ મહામંત્રી અરવિંદભાઈએ જણાવેલ છે.
વિનોદ મૈસુરીયા વાંકલ