Proud of Gujarat
FeaturedGujaratINDIA

વીજ બિલ માફીની જાહેરાત છતાં વીજ કંપની ગ્રાહકોને રાહત આપતી નથી.

Share

લોકડાઉન સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોને રાહત મળે તે માટે સરકાર દ્વારા ૧૦૦ યુનિટ વીજ બિલ માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત દ્વારા કેટલા લોકોના વીજ બિલ માફ થયા અને લોકોને કેટલી રાહત થઈ છે ? કોરોના સંક્રમણનાં કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ લોકડાઉનને કારણે લોકોના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા હતા અને ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોની હાલત કફોડી બની છે. આવા સમયે કેન્દ્ર સરકાર દ્વારા ૨૦ લાખ કરોડનાં પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વિજ કંપનીનાં ગ્રાહકોને વિજબીલમાં ૧૦૦ યુનિટ માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. વીજ ગ્રાહકો પાસે જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે સરકારની જાહેરાત બાદ તમારું વીજબિલ માફ કરવામાં આવ્યું છે કે કેમ? સરકાર દ્વારા જે વીજબિલ માફ કરવાની વાત કરવામાં આવી હતી તેમાં કોઈ ગ્રાહકનું વીજબિલ હાલ માફ કરવામાં આવ્યું નથી. જ્યારે ગ્રાહકો તેમનું વિજ બીલ ભરવા વીજ કચેરીએ પહોંચ્યા હતા અને તેઓ પોતાનું પૂરું વીજબિલ ભરી રહ્યા હતા. તેમની સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા તો ૧૦૦ યુનિટ વિજબીલમાં માફીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ અમે જયારે બિલ ભરવા ગયા હતા અને ૧૦૦ યુનિટ માફ કરવાની વાત બીલ લેતા કર્મચારીને કરી ત્યારે કર્મચારીએ ચોખ્ખા શબ્દમાં ના કહી હતી કે હમણાં અમને એવી કોઈ સૂચના આપવામાં આવી નથી. તેથી હમણાં કોઈ યુનિટ માફ કરવામાં આવશે નહીં. લોકડાઉનને કારણે નાના વેપારીઓને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. નાના વેપારીઓની દુકાનો અને ધંધા બંધ થઈ જવાના કારણે તેઓની હાલત કફોડી બની હતી. તેથી સરકાર દ્વારા વીજબિલમાં ૧૦૦ યુનિટ માફ કરવાની જાહેરાતને લઈ નાના વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. હાલ વેપારીઓના વીજબિલ તો આવી ગયા છે પરંતુ વીજ કંપનીમાં હાલ કોઈ માફી આપી રહ્યા નથી. જેથી તેઓ હાલ વિજ બીલ ભરવા પણ કચેરીએ નથી જઈ રહ્યા છે. હાલ તો કોઈ ગ્રાહકોનાં વીજ બિલ માફ કરવામાં આવ્યા નથી તેવું તેમનું કહેવું છે કે અમારી પાસે સરકારનો કોઈ પરિપત્ર આવ્યો નથી. પરંતુ હવે સરકારનો પરિપત્ર આવી ગયો છે જેથી જે ગ્રાહકો હાલ વીજબિલ ભરી ગયા છે તે ગ્રાહકોને બીજા નવા વીજબિલમાં તેમને આ રકમ બાદ આપવામાં આવશે. તેથી સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેનો સીધો ફાયદો વીજ ગ્રાહકોને મળી જશે ખરો ?

સૌજન્ય : અકિલા ન્યુઝ

Advertisement

Share

Related posts

વડોદરા ચૂંટણી તંત્રએ બનાવેલ કર્તવ્યપારાયણતાના પોડકાસ્ટનું કલેક્ટરે કર્યું લોન્ચિંગ.

ProudOfGujarat

લોન્ગ વર્કિંગ અવર્સ બની રહ્યું છે દુનિયાભરમાં લોકોના મોતનું કારણ : WHO નો મોટો ખુલાસો.

ProudOfGujarat

ચમારડી નજીક કાળુભાર નદીના નાળામા ટ્રક પલ્ટી મારી જતાં ડ્રાઈવરનું મોત નિપજ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!