ગુજરાત વિધાનસભા ગુજરાત સહકારી મંડળીઓના અધિનીયમ-1961-62 ની કલમ 74(C) મા ફેરફારો કરી નિદિષ્ટ મંડળીઓને પ્રાથમિક મંડળીમાં સમાવેશ કરી દક્ષિણ ગુજરાતના જીવાદોરી સમાન સહકારી ખાંડ ઉદ્યોગના લાખો ખેડૂતોને સરકારના આ નિર્ણયથી વિરોધનો સૂર ઉઠ્યો હતો.
સુધારણા અધિનિયમ તરફી રાજ્ય સરકાર દ્વારા બિનજરૂરી અને નિર્થક દલીલ રજુ કરવામાં આવી હતી. જે મુજબ જેતે જિલ્લા કલેક્ટરો સરકારી કાર્યવાહીઓમાં અત્યંત વ્યસ્ત હોય અને કામનું ભારણ વધુ રહેતું હોય, કલેક્ટર જેવી અતિવ્યસ્ત પદોધારીત વ્યક્તિ ખાંડ સહકારી મંડળીઓની ચૂંટણી પ્રક્રિયામાંથી મુક્ત કરી શકાય અને જેથી કરીને વિશિષ્ટ અધિકારીઓએ અન્ય કામોમાં ધ્યાન આપી શકે. બીજી દલીલ એવી રજુ કરવામાં આવી હતી કે સરકાર દ્વારા ચૂંટણીનું સંચાલન થતું હોય, જે તે ખાંડ સહકારી મંડળીને ચૂંટણી ખર્ચ-વધુ ભોગવવા પડતાં હોય છે. આ તમામ દલીલોને નામદાર ગુજરાત હાઇકોર્ટ ધ્યાને લઇ ચુકાદો આપેલ છે, જે મુજબ રાજ્ય સરકાર દ્વારા સુધારણા અધિનિયમ ગેરબંધારણીય અને જોહુકમી છે. સહકાર કાયદાને સુસંગત નથી એવું સ્પષ્ટ જણાઈ આવે છે. લોકશાહી પધ્ધતિથી અને ન્યાયિક પધ્ધતિથી ચૂંટણી યોજવી પડકારરૂપ છે. જેથી કરીને મારી અને અન્ય ત્રણ અપીલ ગ્રાહ્ય રાખી સુધારણા અધિનિયમ રદ્દ કરેલ છે.
રાજ્યની સંવેદનશીલ રૂપાણી સરકારને અને રાજ્યના સહકારી આગેવાન અને કેબીનેટ મંત્રી ઈશ્વરભાઈ પટેલને વિક્રમસિંહ માંગરોલા દ્વારા લેખિતમાં અપીલ કરવામાં આવી હતી કે લોકહિત અને શેરડી ઉત્પાદક ખેડૂતોના હિતને ધ્યાને લઇ નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમને બહાલી આપી રાજ્યમાં આવેલ સહકારી ખાંડ મંડળીઓની પૂર્વનિર્ધારિત પધ્ધતિથી અને પારદર્શક ચૂંટણી પધ્ધતિનો અમલ કરી શકાય છે.