ગુજરાત હાઇકોર્ટે ખાનગી હોસ્પિટલોની લાલીયાવાડી અને લાલચવૃતિ સામે લાલ આંખ કરી છે. દેશમાં તેમજ ગુજરાતમાં અનેક ખાનગી હોસ્પિટલોની બેદરકારી તથા સ્વાર્થ વૃતિ લીધે કોરોનાનાં દર્દીઓનાં મૃત્યુને હાઇકોર્ટે દુઃખદ અને પીડાદાયક ઘટના ગણાવી છે. હાઇકોર્ટે આદેશમાં ટીકા કરતા નોંધ્યું છે કે જો દર્દીને સમયસર ICU માં લઇને વેન્ટિલેટર પર મુકવામાં આવે તો એનો જીવ બચી જાય તેમ છે. કોરોનાનાં દર્દીને પહેલા દાખલ કરો અને પછી જ એડવાન્સ ફી વગેરેની પ્રક્રિયા કરો. આવા બેજવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ તેમ હાઇકોર્ટે જણાવ્યુ હતું.
સૌજન્ય : અકિલા ન્યુઝ
Advertisement