Proud of Gujarat
FeaturedGujaratINDIA

Vehicle Scraping Policy: PM મોદી એ ગુજરાતના પ્લેટફોર્મથી લોન્ચ કરી આ પોલિસી

Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં રોકાણકાર સમિટને સંબોધિત કરી. સ્વૈચ્છિક વાહન-ફ્લીટ આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ નીતિ હેઠળ વાહન સ્ક્રેપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે રોકાણને આમંત્રણ આપવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વ્હીકલ સ્ક્રેપ પોલિસીના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યાં હતા.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારતના ઓટોમોબાઇલ ઇતિહાસનો મહત્વપૂર્ણ દિવસ છે. આપણા દેશમાં સૌથી વધુ રોજગાર, ટેક્સ ભરનારી ઇન્ડસ્ટ્રી એટલે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી છે. 2015 થી સ્ક્રેપ પોલિસી પર કામ શરૂ કર્યું અને આજે પીએમ મોદી દ્વારા તેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પોલ્યુશનના નોર્મ BS4 ના બદલે BS6 પર જવાનો નિર્ણય લીધો છે. પોલ્યુશન સાથે વાહનની સેફટી, તેલની વપરાશ અને રોડ સેફટી પણ જરૂરી છે.
ભારતમાં 1 કરોડ ગાડીઓ ફિટનેસ વગર માર્ગ પર ફરતી હતી. સેફટીની દ્રષ્ટિથી એ ગાડીઓ પણ યોગ્ય ન હતી. જુના વાહનો 10 થી 12 ગણો વધુ પ્રદુષણ ફેલાવે છે. 7.5 લાખ કરોડ ઓટોમોબાઇલનું ટર્ન ઓવર છે. સ્ક્રેપિંગ માટે ગાડીની ફિટનેસ નક્કી કરાઈ છે, એટલું જ નહીં દેશમાં PPE મોડલ પર કાર્ય આગળ વધારીશું. ફિટનેસ ફી અને સર્ટિફિકેટ ફી અમે લાગુ કરીશું. મેન્યુફેક્ચરિંગ સેકટરમાં લાભ થશે, સેવિંગસ વધશે.

Advertisement

કોપર, એલ્યુમિનિયમ, સ્ટીલ, પ્લાસ્ટિક જે મળશે અને જેનો લાભ થશે. રો મટિરિયલના કારણે કોસ્ટ પણ ઘટશે. એક્સપોર્ટ પણ વધશે, રોજગાર વધશે અને ટેક્સની આવક વધશે. સસ્તા ભાવમાં રો મટેરિયલ મળશે, જે ઇમ્પોર્ટ કરીએ છે એ મેટલ સરળતાથી સસ્તું મળશે. નિયમિત રીતે સ્ક્રેપિંગ થાય તો 99 ટકા તેનું રિકવરી થાય અને 40 ટકા રો મટીરીયલ સસ્તું થશે. ઓટોમોબાઇલનું સેલ્સ વધશે, ભારતને GST માં 30 થી 40 હજાર કરોડનો લાભ થશે.નવા વાહનને ખરીદવામાં 5 ટકા રાહત પણ મળશે જે સ્ક્રેપ કરશે. 4 થી 7 ટકા સ્ક્રેપ વાહનની વેલ્યુ મળશે. 10 હજાર કરોડથી વધુ ઇન્વેસ્ટમેન્ટ આવશે, 50 હજાર રોજગારીનો અંદાજ છે. દુનિયામાં બેલજીયમ અને જાપાન આ અંગે સારું કામ કરે છે, જેમનો અમે અભ્યાસ કર્યો છે. દર જિલ્લામાં ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર હશે, જે ppp મોડમાં કરીશું, જેમાં ઇન્વેસ્ટમેન્ટ આવશે. ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરીમાં કામમાં આવતી મેટલ કે જે સ્ક્રેપમાંથી મળી રહેશે.


Share

Related posts

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સસ્તી વિજળી કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચ:રોટરી ક્લબની પાછળ મારવાડી ટેકરા પાસેથી ઓટોરીક્ષા માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની જળ સપાટી ૧૩૨.૬૦ મીટરે નોંધાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!