Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા યુઆઈડીએઆઈના રજિસ્ટ્રાર તરીકે આધાર માટે મોબાઇલ અપડેટ સેવા શરૂ કરવામાં આવી.

Share

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક (આઈપીપીબી)એ જાહેરાત કરી કે તેણે ભારતની યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (યુઆઈડીએઆઈ)ના રજિસ્ટ્રાર તરીકે આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માટે સેવા શરૂ કરી છે. હવે નિવાસી આધારધારક તેના મોબાઇલ નંબરને તેના ઘર આંગણે પોસ્ટમેન દ્વારા આધારમાં અપડેટ કરી શકે છે. આ સેવા 650 આઈપીપીબી શાખાઓના વિસ્તૃત નેટવર્ક અને સ્માર્ટફોન અને બાયોમેટ્રિક ઉપકરણોથી સજ્જ 1,46,000 પોસ્ટમેન અને ગ્રામીણ ડાકસેવક દ્વારા ઉપલબ્ધ થશે .

આધાર મોબાઇલ નંબર અપડેટ કરીને લાભાર્થીની ઓળખ વિવિધ સેવાઓ માટે આધાર ઓટીપી દ્વારા કરી શકાય છે જેમકે સરકારી પીડીએસ / ડીબીટી યોજનાઓ માટે નોંધણી, એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ યોજના હેઠળ રાશન મેળવવું,નવા મોબાઇલ સિમ કનેક્શન માટે કેવાયસી, આધાર કાર્ડ વિગતોને ઓનલાઇન અપડેટ કરવા, ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આરટીઓ સેવાઓનો વપરાશ, આવકવેરા રીટર્નની ચકાસણી અને ઇપીએફઓને લગતી સેવાઓ વગેરે.

Advertisement

સીઈએલસી સેવાઓ હેઠળ, નાગરિકો મોબાઇલ નંબર ઉમેરી/અપડેટ કરાવી શકે છે તેમજ 5 વર્ષથી નીચેના બાળકોના આધાર માટે નોંધણી કરાવી શકે છે. હાલમાં, આઈપીપીબી ફક્ત મોબાઇલ અપડેટ સેવા પ્રદાન કરી રહી છે અને ખૂબજ ટૂંક સમયમાં તેના નેટવર્ક દ્વારા બાળકોના આધાર નોંધણી સેવાને પણ સક્ષમ કરશે.

મોબાઈલ અપડેટ સર્વિસના લોકાર્પણ સમયે, શ્રી જે વેંકટ્રામુ, એમડી અને સીઈઓ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે કહ્યુંકે, “આધાર દ્વારા સરકાર કરોડો લોકો સુધી પહોંચવામાં અને વિવિધ યોજનાઓ જેમ કે એલપીજી-પહેલ,MGNREGA વગેરે હેઠળ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરસીધા લાભાર્થીના બેંક ખાતામાં પહોંચાડવા માટે સક્ષમ છે. ઉપરાંત પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇપીએફઓ અને સહાયક રાશન જેવી અન્ય ઘણી સેવાઓ સાથે આધાર કાર્ડના જોડાણ માટે આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવોએ જરૂરિયાત તેમજ ઉપયોગિતા અને સુરક્ષાના દ્રષ્ટિકોણથી તમામ નાગરિકો માટે મહત્વપૂર્ણ બની ગયું છે. પોસ્ટ ઓફિસોના સર્વવ્યાપક અને સુલભ નેટવર્ક દ્વારાપોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો યુઆઈડીએઆઇની મોબાઇલ અપડેટ સેવા અનબેન્કડ તેમજ અંડરબેન્કડ વિસ્તારો સુધી પહોંચાડી આઈપીપીબીના ડિજિટલ સેવાઓના વિઝનને સાકાર કરવામાં મદદ કરશે.

યુઆઈડીએઆઈના સીઇઓ ડો.સૌરભ ગર્ગે જણાવ્યું હતું કે યુઆઈડીએઆઈ દ્વારા આધાર સંબંધિત સેવાઓ સરળ બનાવવાના તેમના સતત પ્રયત્નોમાં આઈપીપીબી દ્વારા પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા મોબાઈલ અપડેટ સેવા શરૂ કરવામાં આવી છે. એકવાર આધારમાં મોબાઇલ નંબર અપડેટ થયા પછી, દરેક આધાર ધારક યુઆઈડીએઆઈ ની ઘણી ઓનલાઇન અપડેટ સુવિધાઓ અને સરકારની અનેક કલ્યાણકારી સેવાઓનો લાભ મેળવી શકે છે. ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે બેન્કિંગ અને નાણાકીય સેવાઓનો વપરાશ ઓછો છે અથવા નથી, આધારમાં મોબાઇલ નંબર અપડેટ સેવા પોસ્ટ્સ અને આઈપીપીબી વિભાગની અન્ય નોંધપાત્ર ગ્રાહક કેન્દ્રિત પહેલ છે. પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો એવા લોકોના મોબાઇલ નંબરને અપડેટ કરવામાં સમર્થ હશે જેમને આસપાસમાં આધાર નોંધણી કેન્દ્ર નથી.” એમ શ્રી બી.પી. સારંગી, ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, પોસ્ટ વિભાગએ જણાવ્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ભરૂચ : ટંકારીયા ગામે ગરીબોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલય મા આજરોજ ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

BJP ની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત : ગુજરાતના દિગ્ગજ નેતાઓને મળ્યું સ્થાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!