Proud of Gujarat
FeaturedGujaratINDIA

પેટ્રોલ અને દૂધમાં ભાવ વધારા બાદ હવે ફ્રૂટ પણ થયા મોંઘા: જાણો કેટલો થયો વધારો

Share

દિવસેને દિવસે મોંઘવારી પણ માઝા મુકી રહી છે. મોંઘવારીની કારમી ભીંસને લીધે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે. પેટ્રોલ ખાદ્ય તેલ અને દૂધમાં ભાવ વધારો લોકો હજુ સહન કરી રહ્યા છે. એવામાં હવે ફ્રૂટના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ફ્રૂટના ભાવમાં સતત 10 થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

ખાદ્ય તેલ , દૂધ અને ફ્રૂટ જેવી જીનવજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં થતા વધારાથી આજે સામાન્ય માનવીઓ ખૂબજ પરેશાન છે. ત્યારે ફ્રૂટના ભાવમાં સતત 10 થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આવક ઓછી અને ડિમાન્ડ વધારે હોવાના કારણે આ ભાવમાં વધારો થયો છે. ભાવ વધારાના કારણે લોકો ખરીદી ઓછી કરી રહ્યા છે તો બીજી તરફ શ્રાવણ માસ હોવાના કારણે પણ લોકો ફ્રૂટ ખરીદવા આવે છે પરંતુ પહેલા 1 કિલો સફરજન લેતા હતા તે માત્ર 500 ગ્રામ સફરજન લેતા થઈ ગયા છે. ત્યારે આ અંગે વેપારીઓનું માનવું છે કે, આગામી 10 દિવસમાં ભાવમાં ઘટાડો થઈ શકે છે.

Advertisement

જાણો હાલમાં ફ્રૂટના ભાવમાં કેટલો વધારો થયો
– સફરજનનો ભાવ 160 થી 200 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 80 થી 100 રૂપિયા પ્રતિકિલો હતો.
– પપૈયાનો ભાવ 70 થી 80 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 50 રૂપિયા પ્રતિકિલો હતા.
– મોસંબીનો ભાવ 60 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિકિલો હતા.
– કેળાનો ભાવ 30 થી 40 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 20 રૂપિયા પ્રતિકિલો હતો.
– રાસબરીનો ભાવ 150 થી 200 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 100 રૂપિયા પ્રતિકિલો હતો.
– કિવીનો ભાવ 150 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 60 રૂપિયા પ્રતિકિલો હતો.
– પાઈનેપલનો ભાવ 50 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 40 રૂપિયા પ્રતિકિલો હતો.
– દાડમનો ભાવ 80 થી 150 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિકિલો હતો.
– દ્રાશનો ભાવ 300 રુપિયા પ્રતિકિલો છે. જ્યારે જુનો ભાવ 250 રૂપિયા પ્રતિકિલો હતો.


Share

Related posts

મોરબીના હરીપર ગામે પેટા કેનાલમાં પડી જતા યુવાન સહીત બે ના મોત

ProudOfGujarat

સુરતમાં મોબાઈલ સ્નેચીંગ કરતાં બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

વાલીયા ની શ્રી નવચેતન વિધ્યા મંદીર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!