Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યમાં 887 ગામડાંમાં 100 ટકા વેક્સિનેશન થયું: જાણો રાજ્યનો કુલ રસીકરણનો આંક

Share

ગુજરાતમાં કોરોના વેક્સિનની પ્રક્રિયાને વેગવંતી બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં અત્યારસુધીમાં ત્રણ કરોડથી વધુ લોકોને રસી અપાઈ છે.એક સમયે ખોટી જાણકારી અને અફવાને લીધે લોકો રસી લેવા તૈયાર ન હતા. ત્યારે રસી લેવામાં શહેરના લોકો કરતાં ગામડાંના લોકોમાં વધુ જાગૃતિ જોવા મળી રહી છે. રાજ્યમાં 887 જેટલાં ગામડાંમાં 100 ટકા વેક્સિનેશન થયું છે.

આ ગામડાંમાં તમામ લોકોએ રસી લઈ લીધી છે. બીજી બાજુ, રાજ્યમાં ડાંગ, મોરબી, દાહોદ, તાપી, ખેડા, આણંદ જિલ્લાનાં ગામડાં હજી રસીકરણમાં પાછળ છે. રાજ્યમાં રસીકરણમાં સાબરકાંઠા જિલ્લો સૌથી મોખરે છે. ગુજરાતમાં અત્યારસુધી 3,44, 19,588 લોકોને કોરોનાની રસી અપાઇ છે. હવે લોકોમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ કેળવાતાં રસીકરણને વેગ મળ્યો છે.અત્યારે રસીકેન્દ્રો પર લોકોની કતારો લાગી રહી છે. હવે તો શહેરો જ નહીં, ગ્રામીણ વિસ્તારોમાં રસીકરણ વધુ વેગવંતુ બન્યું છે. આરોગ્ય વિભાગનાં સૂત્રોના મતે, ગુજરાતમાં કુલ 887 ગામડાંમાં 100 ટકા રસીકરણ થયું છે. સાબરકાંઠા જિલ્લામાં 86 ગામડાંમાં 100 ટકા રસીકરણ થયું છે.

Advertisement

આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાનાં 59, ભાવનગર જિલ્લાનાં 56, જામનગર જિલ્લાનાં 52, અમદાવાદ જિલ્લાનાં 43, છોટાઉદેપુર જિલ્લાનાં 51, વડોદરા જિલ્લાનાં 37, અરવલ્લી જિલ્લાનાં 38 ગામડાં એવાં છે, જયાં બધાય લોકોએ રસી લઇ લીધી છે. જે ગામમાં 100 ટકા રસીકરણ થયુ છે એ ગામના સરપંચોનું સરકાર વતી સન્માન કરાયું છે.રાજ્યમાં ડાંગ, મોરબી, દાહોદ, તાપી, ખેડા, પાટણ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, આણંદ, નર્મદા સહિતના જિલ્લાઓ 100 ટકા રસીકરણમાં ખૂબ જ પાછળ રહ્યા છે. એનું કારણ એ છે કે આ જિલ્લાઓમાં માંડ એકથી માંડીને દસ ગામડાંમાં સંપૂર્ણ રસીકરણ થઇ શક્યું છે. યાદ રહે કે હજુય આદિવાસી-પછાત વિસ્તારોમાં તો રસીને લઇને ખોટી માન્યતાને કારણે લોકો રસી લેતા નથી, જેને કારણે આરોગ્ય કર્મચારીઓ જ નહિ, ધાર્મિક-સામાજિક આગેવાનોએ મથામણ કરવી પડી રહી છે.


Share

Related posts

ઝઘડીયા ખાતે મત ગણતરી દરમિયાન ઉમેદવારને ચક્કર આવતા સારવાર આપવામાં આવી.

ProudOfGujarat

“આ મારી પહેલી ભૂમિકા હશે જે મને એક અભિનેતા તરીકે આગળ વધવામાં મદદ કરશે”, અભિનેત્રી કાશિકા કપૂરે તેણીના બોલિવૂડ ડેબ્યૂની તૈયારી કરતા કહ્યું

ProudOfGujarat

ઝઘડિયા કારંટા રૂટ પરની બસ સેવા અનિયમિત થતાં મુસાફરોને હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!