ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડ ટીચર્સ ફેડરેશન ત્રીસ વર્ષથી કાર્યરત છે. આ ફેડરેશન ગુજરાત રાજ્યના વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો, પ્રોજેક્ટ અને સેમિનારોમાં નિઃશુલ્ક સેવાઓ આપે છે. રાજ્યની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સહભાગી પણ બને છે. ગુજરાત રાજ્ય એવોર્ડ ટીચર્સ ફેડરેશન દર વર્ષે વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો અને વાર્ષિક શૈક્ષણિક અધિવેશન પણ યોજે છે. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે અમારું વાર્ષિક શૈક્ષણિક અધિવેશન ઘણા લાંબા સમય પછી સરકારની કોરોના ગાઇડ લાઇન પ્રમાણે મર્યાદિત સંખ્યામાં શિક્ષણપ્રેમી મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય એવોર્ડ ટીચર્સ ફેડરેશનના વાર્ષિક શૈક્ષણિક અધિવેશન કાવેરી સ્કુલ મહેસાણા ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં નર્મદા જિલ્લાના રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ વિજેતા પ્રદીપસિંહ સિંધાનું શાલ ઓઢાડી પ્રસસ્તી પ્રમાણ પત્ર અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરાયું હતું.
આ વાર્ષિક શૈક્ષણિક અધિવેશનનું ઉદ્ઘાટન બાદ વર્ષ -૨૦૨૦ ના રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ પારિતોષિક શિક્ષકોનું સન્માન કરાયું હતું તથા વર્ષ ૨૦૨૦ ના રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક શિક્ષકોને ગુજરાત રાજ્યની એસ.ટી. બસોમાં નિઃશુલ્ક અમર્યાદિત કિમી મુસાફરી માટેનું “સ્માર્ટકાર્ડ” અર્પણ કરવામાં આવ્યા હતા.
જેમાં સમારંભના અધ્યક્ષ દિલિપભાઇ જે. ચૌધરી મંત્રી, સાર્વજનિક કેળવણી મંડળ, મહેસાણા મુખ્ય મહેમાનમાન, શારદાબેન એ. પટેલ – સંસદ સભ્ય, લોકસભા-મહેસાણા જુગલજી એમ. ઠાકોર – સાંસદ રાજ્ય સભા, ગુજરાત રાજ્ય સતિષભાઇ એ. પટેલ (IAS) – કમિશ્નર મધ્યાહન ભોજન, ગુજરાત રાજ્ય ભરતભાઇ મોદી – પી. એ., વિકાસ કમિશ્નર, ગુજરાત રાજ્ય એ. કે. મોઢ (પટેલ) – જિલ્લા શિક્ષણાધિકારી, મહેસાણા ગૌરાંગ સી. વ્યાસ – જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મહેસાણાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
જ્યોતિ જગતાપ, રાજપીપલા